૧૦૦ દિવસની અંદર શેરબજારમાં તીવ્ર તેજી જાેવા મળી


શેરબજાર અત્યારે ટોચ પર છે અને મોદીની ત્રીજી ટર્મમાં તો ભારે ઝડપી ઉછાળો આવ્યો છે. હવે કન્ઝ્‌યુમર, ડ્યુરેબલ્સ, બિલ્ડિંગ મટિરિયલ, આઈટી સર્વિસિસ, ફાર્મા, ટેલિકોમ જેવા ડિફેન્સિવ સેક્ટરમાં ખરીદી કરવી જાેઈએ. ૧૦૦ દિવસના ગાળામાં સેન્સેક્સ લગભગ ૬૩૦૦ પોઈન્ટ વધ્યો છે. બીએસઈ આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ ૨૨ ટકા વધ્યો છે.

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા ત્યાર બાદ ૧૦૦ દિવસની અંદર શેરબજારમાં તીવ્ર તેજી જાેવા મળી છે. ૧૦૦ દિવસના ગાળામાં સેન્સેક્સ લગભગ ૬૩૦૦ પોઈન્ટ વધ્યો છે એટલે કે ૮.૨ ટકા રિટર્ન આપ્યું છે. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે એનડીએને સ્પષ્ટ બહુમતી ન મળી તેથી સેન્સેક્સમાં કડાકો આવ્યો હતો, પરંતુ ત્યાર પછી બજારને સ્થિરતા મળી. એટલું જ નહીં, સેન્સેક્સ અને નિફ્ટી ઝડપથી વધ્યા પણ છે.

કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વધારાની જે નેગિટિવ અસર હતી તે પણ ધોવાઈ ગઈ છે અને બજાર વધતું જાય છે. આ દરમિયાન સેબીના વડા માધવી પુરી બુચના કથિત કૌભાંડ જેવી ઘટનાઓ પણ બની છે પણ માર્કેટને કોઈ અસર નથી. મોદી ૩.૦ના ૧૦૦ દિવસ પૂરા થયા તે જ દિવસે મોદીનો જન્મદિવસ પણ છે. આ ૧૦૦ દિવસના સમયગાળામાં ૧૮ સ્મોલકેપ સ્ટોક્સે મલ્ટિબેગર વળતર આપ્યું છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૦૦ દિવસના ગાળામાં ૧૮ ટકા વધ્યો છે. માર્કેટમાં એક શિફ્ટ એવો જાેવા મળ્યો છે કે મોમેન્ટમ સ્ટોક્સના બદલે ડિફેન્સિવ શેરો સારા ચાલ્યા છે. બીએસઈ આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ ૨૨ ટકા વધ્યો છે. તેવી જ રીતે બીએસઈ હેલ્થકેર ઈન્ડેકસ પણ ૨૨ ટકા વધ્યો છે. કન્ઝ્‌યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૧૭ ટકાનું વળતર જાેવા મળ્યું છે. બીજી તરફ મેટલ ઈન્ડેક્સ ત્રણ ટકા વધ્યો છે જ્યારે રિયલ્ટી ઈન્ડેક્સ આ ગાળામાં એક ટકા વધ્યો છે. માર્કેટનો ડેટા દર્શાવે છે કે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સના ઓછામાં ઓછા ૧૮ શેરમાં ૧૦૦ ટકા કરતા વધારે વળતર મળ્યું છે. રિફેક્સ ઈન્ડસ્ટ્રીઝ આ લિસ્ટમાં ટોચ પર છે જેનો સેર ૧૦૦ દિવસની અંદર ૨૨૧ ટકા વધ્યો છે. આ ઉપરાંત પી સી જ્વેલર્સનો શેર ૧૭૫ ટકા, બાલુ ફોર્જ ઈન્ડસ્ટ્રીઝનો શેર ૧૬૭ ટકા, ગ્રેવિટા ઈન્ડિયાનો શેર ૧૩૧ ટકા, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ ૧૧૮ ટકા, ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાનો શેર ૧૧૪ ટકા અને ન્યુલેન્ડ લેબોરેટરીઝનો શેર આ સમયગાળામાં ૧૦૩ ટકા વધ્યો છે.

લાંબા ગાળા માટે માર્કેટ વિશે આશાવાદ પ્રવર્તે છે પરંતુ નજીકના ગાળા માટે ઈન્વેસ્ટરોએ સાવધાની રાખવી જાેઈએ કારણ કે બજાર ઘણું વધી ગયું છે. ઈક્વિટી કેપિટલ ગેઈન પર ટેક્સમાં વધારો, સરકારના મૂડીખર્ચમાં સંભવિત ઘટાડો અને પોલિસીના જાેખમોથી બજારને આંચકો લાગી શકે છે. ડોમેસ્ટિક બ્રોકરેજ કંપની પ્રભુદાસ લીલાધરે નિફ્ટી માટે ૨૦.૨ના પીઈનો અંદાજ કાઢ્યો છે અને તેજીના સમયમાં નિફ્ટી ૨૮,૫૬૪ સુધી પહોંચી શકે છે. આગામી તહેવારની સિઝનમાં ભારે ડિમાન્ડ વધવાની શક્યતા છે. ગ્રામીણ માંગમાં તેજી આવી શકે છે. હવે અમેરિકાના ચૂંટણી પરિણામો પર બજારની નજર રહેશે. જાેકે, જિયોપોલિટિકલ ટેન્શન પણ બજારને અસર કરી શકે છે. એક્સપર્ટ્‌સ કહે છે કે રોકાણકારોએ હાલમાં કન્ઝ્‌યુમર, ડ્યુરેબલ્સ, બિલ્ડિંગ મટિરિયલ, આઈટી સર્વિસિસ, ફાર્મા, ટેલિકોમ જેવા ડિફેન્સિવ સેક્ટરમાંકરીદી કરવી જાેઈએ કારણ કે બીજા ગ્રોથ સેક્ટરમાં સ્ટોક્સના ભાવ વધારે પડતા વધી ગયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution