અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી, જો બાઈડને કહ્યું- બે દાયકા બાદ સૈન્યની ઉપસ્થિતિનો અંત

વોશિંગ્ટન-

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા છે. યુએસ જનરલ કેનેથ એફ. મેન્કેઝીએ આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પૂરા થવા અને અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાઢવા માટે સૈન્ય મિશનની સમાપ્તિની જાહેરાત કરીએ છીએ. જનરલે જણાવ્યું હતું કે, અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના કર્યું હતું. આ ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજદ્વારી ઉપસ્થિતિને પણ ખતમ કરી દીધી છે અને તે કતારમાં શિફ્ટ થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનના હવાલાથી આ વાત કહી હતી. બ્લિન્કને કહ્યું હતું કે, અમેરિકા દરેક અમેરિકન નાગરિકની મદદ કરવા પ્રતિબદ્ધ છે, જે અફઘાનિસ્તાન છોડવા માગે છે. અમેરિકી સંરક્ષણ વિભાગે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન છોડનારા છેલ્લા અમેરિકી સૈનિક મેજર જનરલ ક્રિસ ડોન્હ્યુ, 30 ઓગસ્ટે સી-17 વિમાનમાં સવાર થયા હતા, જે કાબુલમાં અમેરિકી મિશનના અંતનું પ્રતિક છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડના કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાનથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જો બાઈડને કહ્યું હતું કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલની જોગવાઈ એક સ્પષ્ટ સંદેશ મોકલે છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય તાલિબાનથી આગળ વધવાની અપેક્ષા કરે છે. ખાસ કરીને પ્રવાસની સ્વતંત્રતાને લઈને. તાલિબાને સુરક્ષિત માર્ગ પર પ્રતિબદ્ધતા બતાવી છે અને વિશ્વ તેને પોતાની પ્રતિબદ્ધતાઓ પર યથાવત્ રાખશે. એમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી કૂટનીતિ. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે. તેમના માટે સતત પ્રસ્થાન માટે એરપોર્ટને ફરીથી ખોલવા માટે ભાગીદારોની સાથે સમન્વય સામેલ હશે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના 20 વર્ષ સુધી રાખી હતી. જોકે, હવે આ સમયગાળો પૂર્ણ થયો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution