મુંબઇ
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પોતાના અકાઉન્ટથી એક તસવીર શૅર કરી છે જે સોશ્યલ મિડીયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. તસવીરમાં અનુષ્કા શર્મા શીર્ષાસન કરતી નજરે પડે છે અને વિરાટ તેને મદદ કરી રહ્યો છે. તસવીરમાં અનુષ્કાનો બેબી બંપ પણ ફ્લોન્ટ થઇ રહ્યો છે.
અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું કે, આ હેન્ડ્ઝ ડાઉન અને લેગ્સ અપ એક્સરસાઇઝ છે. આ મારા જીવનનો મોટો હિસ્સો છે, મારા ડૉક્ટરે મને કહ્યું છે કે હું તે બધા જ આસન કરી શકુ છું જેમાં મારે ટ્વિસ્ટ ન થવાનું હોય કે ઝૂકવાનું ન હોય. સાથે જ તેણે વિરાટ માટે પણ કેટલીક વાતો લખી હતી.
વધુમાં અનુષ્કાએ લખ્યું કે, આ મારા યોગગુરુની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ અને સમગ્ર સેશન દરમિયાન તે મારી સાથે હતી અને મને ખુશી છે કે ગર્ભાવસ્થા દરમિયાન મેં મારી પ્રેક્ટિસ ચાલુ રાખી છે.
માત્ર 12 જ મિનીટમાં આ તસવીરને 3 લાખથી વધુ લોકોએ લાઇક અને શૅર કર્યુ છે. મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પહેલી વાર પિતા બની રહ્યાં છે.
અનુષ્કા ગર્ભાવસ્થા દરમિયાન સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ છે અને વિરાટ સાથે તે સારો સમય વ્યતિત કરી રહી છે.