રાજકોટમાં બ્રહ્મસમાજના કાર્યક્રમમાં મોકરિયાની બાદબાકીથી ભાજપનો વિખવાદ સપાટી ઉપર

રાજકોટ, રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ શમ્યો ન હોય તેવી ચર્ચા લોકોમાં ઊઠી છે, કારણ કે, ૨૦ નવેમ્બરના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં કશ્યપ શુક્લએ બ્રહ્મસમાજનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના જૂથના નીતિન ભારદ્વાજ ગેરહાજર રહ્યા હતા. આજે વિજય રૂપાણીની સાથે રાખી નીતિન ભારદ્વાજે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભુદેવોનો અવૉર્ડ અર્પણ કાર્યક્રમ આત્મીય કોલેજમાં યોજાયો હતો. આ સમારોહની આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના નામને સ્થાન મળ્યું નથી. બીજી તરફ રૂપાણીને મંચસ્થ કરવા મનપાએ વોર્ડ નં. ૯માં કોમ્યુનિટી હોલનું નામકરણ કરવાના નામે મનપાએ તત્કાલ કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો હતો. આજે કોમ્યુનિટી હોલનુંઅભય ભારદ્વાજ નામકરણ કરવામાં આવ્યું છે. જેમાં રૂપાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ પણ મુખ્ય અતિથિ છે. પરંતુ રાજકોટના વર્તમાન મંત્રી કે સાંસદ કે ધારાસભ્યના નામનો ઉલ્લેખ નથી. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને કશ્યપ શુક્લ તો ભાજપના બ્રહ્મ અગ્રણી પણ છે. છતાં તેમના નામ નથી. આ બન્ને દ્વારા પાટીલની હાજરીમાં બ્રહ્મસમાજનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેની આમંત્રણપત્રિકામાં નીતિન ભારદ્વાજનું નામ નહોતું. ઉપરાંત વોર્ડ નં. ૯માં કોમ્યુનિટી હોલ કે જેનું લોકાર્પણ ખુદ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે થઈ ગયું હતું અને હોલ મહિનાઓથી કાર્યરત છે. ત્યારે ભાજપના આ જૂથને લાઈમલાઈટમાં આવવા મંચ પુરો પાડવા આશ્ચર્યજનક રીતે તેના નામકરણનો કાર્યક્રમ ઘડાયો છે. કોઈ પણ બિલ્ડીંગનું નામકરણ લોકાર્પણ વખતે જ થતું હોય છે. પરંતુ લોકાર્પણ અને ખાતમુહુર્તમાં હવે આ જૂથની હાજરી અપેક્ષિત નથી ત્યારે મનપામાં આવા કાર્યક્રમો જ મુખ્ય બની ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution