દિલ્હી-
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને ફેબ્રુઆરી પછી ફરી કોરોના સંક્ર્મણનો કેસ સામે આવતા દેશમાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ કેસ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં નોંધાયો છે. આજે અડધી રાતથી સમગ્ર ન્યુઝીલેન્ડમાં લોકડાઉન લાગુ થશે. આ સાથે ઓકલેન્ડ અને આસપાસના કોરોમંડલ પ્રદેશમાં સાત દિવસ સુધી લોકડાઉન રહેશે. લોકડાઉનમાં તમામ શાળાઓ, જાહેર સ્થળો અને મોટાભાગના વ્યવસાયો બંધ રહેશે. લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. બહાર જવાની જરૂર હોય ત્યારે માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે મોટા પ્રમાણમાં સંક્ર્મણને ફેલાતું અટકાવ્યું છે. આ કારણે જ રોગચાળા દરમિયાન તેની અર્થવ્યવસ્થા ઝડપથી સુધરી છે. પરંતુ રસીકરણની ધીમી ગતિને કારણે તેને નવી લહેરનો ડર રહશે. સંક્રમિત ડેલ્ટા વેરિએન્ટેના ડરથી ન્યુઝીલેન્ડના પાડોસી ઓસ્ટ્રેલિયા તેના મોટા ભાગના વિસ્તારમાં લોકડાઉન લાદવા મજબુર થયું છે.