ચાર નોમિનેટેડ સભ્યો ૧૩ જુલાઈએ નિવૃત્ત થતાં રાજ્યસભામાં એનડીએના કુલ ૧૦૧ સભ્યો રહ્યા


નવી દિલ્હી:રાજ્યસભામાં સત્તાધારી એનડીએની તાકાત હવે ઘટી ગઈ છે. ભાજપનો ભાગ રહી ચૂકેલા ચાર નોમિનેટેડ સભ્યો ૧૩ જુલાઈના રોજ રિટાયર થયા. તેનાથી ભાજપની સંખ્યા ઘટીને ૮૬ પર આવી ગઈ. ઉપલા

ગૃહમાં એનડીએના કુલ ૧૦૧ સભ્યો છે. ૧૯ સીટો ખાલી થવાના કારણે મહત્તમ ૨૪૫ સીટોવાળી રાજ્યસભામાં હજુ પણ ૨૨૬ સભ્ય છે એટલે કે બહુમત માટે ૧૧૪ સભ્યોનું સમર્થન જાેઈએ.

રાજ્યસભામાં મહત્તમ ૨૪૫ સભ્યો હોઈ શકે છે. જાે કે હાલ સદનમાં ૨૨૬ સભ્યો છે. જેમાંથી સત્તાધારી એનડીએના ૧૦૧ સભ્યો છે. જ્યારે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનન ૮૭ સભ્યો છે. ૨૯ સભ્યો એવા છે જે ન તો સત્તા પક્ષનો ભાગ છે ન તો વિપક્ષનો. બે અપક્ષ અને સાત નોમિનેટેડ સભ્યો છે.

રાજ્યસભામાં બહુમતનો આંકડો ૧૧૪ છે. કોઈ બિલ પાસ કરાવવા માટે દ્ગડ્ઢછ ને અપક્ષો અને નોમિનેટેડ સભ્યોનું સમર્થન મળશે. જેનાથી ગઠબંધનનો આંકડો ૧૧૦ સુધી પહોંચી જશે. આગામી બજેટ સત્રમાં એનડીએને એઆઇએડીએમકે અને વાયએસઆરસીપી જેવી મિત્ર પાર્ટીઓના સમર્થનની પણ જરૂર રહેશે. જાે કે કોઈ કાયદા માટે મતદાન દરમિયાન તેઓ સરકારના પક્ષમાં મતદાન કરે છે. શનિવારે રિટાયર થનારા સભ્યોમાં રાકેશ સિન્હા, રામ શકલ, સોનલ માનસિંહ, મહેશ જેઠમલાણી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution