એક વિડીયો પર ૧ મિલિયન વ્યુઝથી નસીબ પલટાઈ ગયું

અદિતિ શ્રેષ્ઠા એક એવી ઈન્ટરનેટ પર્સનાલિટી છે જેમણે આર્થિક રીતે મુશ્કેલ પરિસ્થિતિ હોેવા છતાં સારી જાેબ કરવાનું છોડીને ફુલટાઈમ યુટ્યુબર બનવાનું નક્કી કર્યું, અને આજે તેની ચેનલના ૧ મિલિયન સબસ્ક્રાઈબર છે. તે એક સેલિબ્રિટીનું સ્ટેટસ ભોગવે છે અને માથા પર દેવું હતું તેના સ્થાને આજે ૨૦ થી ૩૦ લાખની નેટવર્થ ધરાવે છે.

‘ધેટ ક્વાર્કી મીસ’ નામની તેની ફેશન, બ્યુટી અને ફુડ પરની યુટ્યુબ ચેનલ ભારે લોકપ્રિય બની છે.

નવી દિલ્હીમાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયેલી અદિતિ શ્રેષ્ઠાએ તેની યુટ્યુબ ચેનલની શરૂઆત ૨૦૧૫માં કરી હતી. તેની પહેલા તેણે ઇન્ડિયા પેપર કંપનીમાં ઇન્ટર્નશિપથી માંડીને ઘણી બધી કંપનીઓમાં જાેબ કરી હતી, જ્યાં તેનું કામ સોશિયલ મીડિયા મેનેજ કરવાથી લઈને બ્લોગ લખવા સુધી વિસ્તરેલું હતું.

અદિતિ એક એવા યુટ્યૂબર છે જે ૧ મિલિયન સબસ્ક્રાઈબર સુધી પહોંચી ચુક્યા હોવા છતાં એકલા હાથે જ પોતાની ચેનલ મેનેજ કરે છે. શુટીંગ પણ તે જાતે જ કરે છે અને વિડીયોથી માંડીને તમામ એડિટીંગ જાતે જ કરે છે.

અદિતિ હંમેશા નવા ટ્રેન્ડસ લઈને આવે છે.એમના વિડીયોમાં મિસ્ટ્રી બોક્સ ચેલેન્જ, શોપિંગ હોઉલ, સ્ટ્રીટ શોપિંગ,આઉટફીટ ફ્રોમ સ્ક્રેચ જેવા અનેક જુદા જુદા ટોપિક્સ કવર કરી લેતા હોય છે.

એક સમય એવો હતો જ્યારે તેમના પરિવાર પર ખુબ જ દેવું હતું અને આર્થિક સ્થિતિ ગંભીર હતી. તે સમયે તેમની પાસે બે રસ્તા હતા. કાં તો કોઈ જાેબ કરે અથવા ફુલટાઈમ યુટ્યુબર બને. તેમણે બીજાે માર્ગ પસંદ કર્યો.

શરૂઆતમાં એમની પાસે એટલા રૂપિયા પણ નહતા કે કોઈ શોપિંગ ચેલેન્જ કરીને વિડિયો બનાવે, વળી તેમની પાસે યોગ્ય કેમેરા પણ નહતા. શરૂઆતમાં નાનીમોટી જાેબ કે ફ્રીલાન્સિંગ કામ કરીને તેમણે ખર્ચ મેનેજ કરવા માંડ્યો. તેમાંથી થતી આવકમાંથી નવી દિલ્હીના પ્રખ્યાત સરોજિની માર્કેટમાં જઇ શોપિંગ કરતા અને તેના હોઉલ વિડિઓઝ બનાવતાં હતાં. કેમેરા પણ કોઈને કોઈ મિત્ર પાસેથી લેવો પડતો હતો.

કહેવાય છે ને કે નસીબ આડેથી પાંદડુ હટે તે માટે એક ચમત્કાર જ કાફી હોય છે.બસ, એમ જ અદિતિના એક વેડિંગ સેશનના વિડિયો પર ૧ મિલિયન વ્યુઝ આવ્યા અને પછી તે પોપ્યુલર બની ગયાં. આજે એમની પાસે ૧ મિલિયન યુટ્યૂબ ચેનલના સબસ્ક્રાઈબર્સ છે.

એમણે ઘણા સપના જાેયા હતાં.તેમના પિતાજીની ઈચ્છા કાર વસાવવાની હતી તેમનું સપનું અદિતિએ સૌથી પહેલા પુરૂ કર્યુ. જ્યારે તેમણે પિતાજીને કાર ભેટ આપી ત્યારે તેમને અહેસાસ થયો કે તેમણે કંઈક અચિવ કર્યુ છે, પરંતુ આ તો માત્ર પહેલો પડાવ હતો. હજી ઘણી લાંબી સફર કાપવાની હતી. તે સતત પોતાની જાતને પ્રોત્સાહિત કરતા રહેતા હતા અને વધુને વધુ મહેનત કરવા માટે પોતાને તૈયાર કરતા રહેતા હતા.

સેલિબ્રિટીનું ફિઝીકલ સ્ટેટસ તેના ફેન્સ માટે ઘણું ઈમ્પોર્ટન્ટ છે. અદિતિની હાઈટ ૫.૪ ફુટ છે અને વજન ૫૪ કિલો છે. તેની આંખ અને વાળનો રંગ બ્રાઉન છે. તે પોતાની હેલ્થ અને ફિગર જાળવી રાખવા બાબતે ખુબ સજાગ છે. તે હંમેશા હેલ્ધી ફુડ જ આરોગે છે. તેનો મોટાભાગનો સમય તે પરિવાર સાથે વિતાવે છે. તે સિવાયનો સમય તે જીમ અને ટ્રાવેલિંગમાં પસાર કરે છે. યુટ્યુબ અને પેઈડ પ્રમોશનમાંથી તે એટલું કમાય છે કે તેની ૨૦ થી ૩૦ લાખની નેટવર્થ છે અને ૮૦ હજારથી એક લાખ સુધીનો સેલરી કાઢી શકે છે. તે ઘણા ફેશનેબલ આઉટફીટ તેની ચેનલમાં રજુ કરતા રહે છે. તેને ડાન્સનો પણ ઘણો શોખ છે. તેને વેસ્ટર્ન ક્લોથ્સ પહેરવા ગમે છે અને તે મોડેલિંગ પણ કરે છે.

અદિતિ શ્રેષ્ઠા એ આજના ટેકનોલોજીના સમયમાં યુવાનો માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડે છે. કન્ટેન્ટ ક્રિએટરની ફિલ્ડ એવી છે કે જેમાં તમે તમારામાં છુપાયેલી સર્જનાત્મક શક્તિઓને કારણે રોજગારી મેળવી શકો છે. જે અદિતિ શ્રેષ્ઠા જેવા અનેક યુવાનો કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution