લેખકઃ મનિષ આચાર્ય |
સાઉદી અરેબિયાએ યુએસ સાથેના તેના ૫૦ વર્ષ જૂના પેટ્રો ડોલર સોદાને ૯મી જુને સમાપ્ત થયા પછી લંબાવવાનો ઇન્કાર કર્યો છે, સાઉદી અરેબિયા હવે માત્ર યુએસ ડોલરને બદલે ચાઈનીઝ આરએમબી, યુરો, યેન, રૂપિયો અને યુઆન સહિતની બહુવિધ કરન્સીમાં તેલ વેચી શકે છે.
હવે સાઉદી માર્કેટમાં અમેરિકાનું આધિપત્ય ઘટી રહ્યું છે. સાઉદી પોતાના વ્યાપારનો વ્યાપ વધારતી વખતે રશિયા, ચીન અને જાપાન સાથે પોતાના સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે.
આ પગલાને સમગ્ર વિશ્વમાં વેપાર માટે યુએસ ડોલરને બદલે અન્ય કરન્સીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન તરીકે જાેવામાં આવી રહ્યું છે. તેની અસર સીધી અમેરિકા પર જાેવા મળી શકે છે. આ સોદો સમગ્ર વિશ્વમાં અમેરિકાના આર્થિક વર્ચસ્વ માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થયા હતોે.પરંતુ તેને ફરીથી શરૂ કરવાના કોઈ સંકેત નથી.
-પેટ્રોડોલર ડીલ શું છે?
૧૯૭૦ના દાયકામાં અમેરિકાએ ઈઝરાયેલ યુદ્ધ પછી ચાલી રહેલા તેલ સંકટને પગલે સાઉદી અરેબિયા સાથે પેટ્રો ડોલરનો સોદો કર્યો હતો. આ કરાર હેઠળ સાઉદી અરેબિયાએ તેનું પેટ્રોલ આખી દુનિયામાં ડોલરમાં વેચવાનું નક્કી થયું હતું.
આ ડીલના બદલામાં અમેરિકાએ સાઉદી અરેબિયાને તેની સુરક્ષાની ગેરંટી આપી અને તેનાથી અમેરિકાને ઘણા ફાયદા થયાં. સૌપ્રથમ તેમને સાઉદી તેલ મળ્યું. બીજું, સમગ્ર વિશ્વમાં તેમનો ચલણ ભંડાર વધવા લાગ્યો. નિષ્ણાંતો કહે છે કે આ ડીલ અમેરિકા માટે જીત-જીતની શરત હતી. મતલબ ચારે બાજુથી વિજય.
-સોદો પૂરો થયા પછી તેલનું વેચાણ કેવી રીતે થશે?
સાઉદી અરેબિયા વિશ્વમાં ક્રૂડ તેલનો સૌથી મોટો નિકાસકાર છે અને તે ઘણા દેશોને તેનું તેલ વેચે છે. સાઉદી અરેબિયા હવે માત્ર યુએસ ડોલરને બદલે ચાઈનીઝ આરએમબી, યુરો, યેન, રૂપિયો અને યુઆન સહિતની બહુવિધ કરન્સીમાં તેલનું વેચાણ કરશે.
-સાઉદી અરેબિયા ચીન-રશિયાની નજીક આવ્યું છે
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં સાઉદી અરેબિયા ચીન અને રશિયાની નજીક આવી ગયું છે. મિડલ ઈસ્ટની સુરક્ષાને લઈને અમેરિકા સાથે મતભેદો બાદ આ ફેરફાર થયો છે. તાજેતરમાં, ગાઝા યુદ્ધમાં અમેરિકાની ભૂમિકાને લઈને સાઉદી પ્રશાસન અને અમેરિકા વચ્ચે મતભેદો થયા છે.
વૈશ્વિક વ્યાપાર પ્રવાહના અભ્યાસ સંદર્ભે સાઉદી અરેબિયા પર નજર રાખનારાઓ માટે એ જાણવું રસપ્રદ બની રહેશે કે સાઉદી અરેબિયાએ તાજેતરમાં પેટ્રોડોલર સાથે છેડો ફાડવા કેટલાંક મહત્વના ર્નિણયો કર્યા છે - ખાસ કરીને તે હવે ચાઇનીઝ કરન્સી યુઆન તરફ વધુને વધુ ઝૂકી રહ્યું છે. પેટ્રોડોલર શું છે અને તેના અન્ય વિકલ્પોમાં સાઉદી અરેબિયાની રુચિ કેમ એટલી મહત્વપૂર્ણ છે તે જાણવું રસપ્રદ છે.
- પેટ્રોડોલર શું છે?
આપણી ટોચની ૨૦ કરન્સીની યાદીમાં નોંધ્યું છે તેમ ખનિજ તેલનો લગભગ તમામ વેપાર ડોલરમાં થતો હતો. આ વાત અમેરિકા માટે મજબૂતીનો આધાર હતોે.
તેલના તમામ વેપારનો અર્થ એ છે કે વિશ્વસ્તરે કામ કરતી તમામ બેંકોએ તેલના બેરલ ખરીદવા માટે તેમના ભંડારમાં (ક્યારેક તેમના પોતાના ચલણ કરતાં પણ વધુ) યુએસ ડોલરનો ખૂબ મોટો જથ્થો રાખવો પડે. નફો પણ ડોલરમાં લેવામાં આવે છે, અને ઘણી વખત પુનઃરોકાણ કરવામાં આવે છે, જેને પેટ્રોડોલર રિસાયક્લિંગ કહેવાય છે.
આ અનામત ડોલરને પેટ્રોડોલર (પેટ્રોલિયમ અને ડોલરનું મિશ્રણ) તરીકે ઓળખવામાં આવે છે. આ માત્ર ડૉલર છે, પરંતુ તે તેલ સાથે જાેડાયેલા હોવાથી તેમને પેટ્રોડોલરનો દરજ્જાે મળે છે.
આ ચલણના વ્યાપક ઉપયોગને કારણે તેલનો વેપાર ડોલરમાં થાય છે. આ બધું યુએસ વિદેશ નીતિ દ્વારા લાગુ કરવામાં આવે છે અને હકીકત એ છે કે યુએસ હાલમાં પણ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પેટ્રોડોલર શબ્દ ૧૯૭૦ના દાયકામાં મધ્ય પૂર્વમાં તેલના ઉત્પાદનમાં વધારા સાથે અસ્તિત્વમાં આવ્યો હતો.
-પેટ્રોડોલર કેવી રીતે આવ્યો?
ડોલરની વૈશ્વિક અપીલ હોવા છતાં, પેટ્રોડોલર સિસ્ટમ સંયોગથી નથી આવી. વાસ્તવમાં ૧૯૭૧માં પ્રમુખ નિક્સને સોનાના ધોરણો સમાપ્ત કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. આ ર્નિણય એ ચિંતાને કારણે લેવાયો હતો કે વિદેશી રાષ્ટ્રો સોના માટે પુષ્કળ ડોલર રિડીમ કરીને અમેરિકન સિસ્ટમને ડુબાડી દેશે. તેના કારણે ડૉલરની કિંમતમાં મોટો ઘટાડો થવાની સંભાવના હતી અને તેના પરિણામે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્ટાન્ડર્ડનો અંત આવે તેમ હતો. અને તેથી ડૉલર નબળો પડશે તેવી આશંકા ઊભી થઈ હતી. આ સમયે રાષ્ટ્રપતિ નિક્સન દ્વારા કરવામાં આવેલા આર્થિક ફેરફારોને આજે નિક્સન શોક તરીકે ઓળખવામાં આવે છે.
આ સમય દરમિયાન તેલના સમૃદ્ધ ભંડારને કારણે મધ્ય પૂર્વમાં પણ રસ વધ્યો. ઓઇલ અર્થતંત્ર પર એંગ્લો-અમેરિકન પ્રભુત્વને કારણે ૧૯૬૧માં સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત, ઇરાન અને વેનેઝુએલા દ્વારા દરેક દેશના કુદરતી સંસાધનોની સાર્વભૌમત્વની સુરક્ષા માટે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ(ર્ંઁઈઝ્ર)ની રચના કરવામાં આવી હતી. તેમાં અલ્જેરિયા, અંગોલા, કોંગો પ્રજાસત્તાક, વિષુવવૃત્તીય ગિની, ગેબોન, લિબિયા, નાઇજીરીયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
રાજકીય ચળવળો અને સંઘર્ષોના સિલસિલાએ ૧૯૭૩ના તેલ સંકટમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આના પગલે,૧૯૭૫માં, સાઉદી અરેબિયા અને યુએસએએ આશરે ૨ બિલિયન ડોલરના મૂલ્યના લશ્કરી કરારો પર હસ્તાક્ષર કર્યા, જેના કારણે ઘણા લોકો સમજી શક્યાં કે યુએસ અને સાઉદી અરેબિયાએ એક સોદો કર્યો હતો, યુએસએ લશ્કરી શક્તિ સાથે તેલ ક્ષેત્રોના રક્ષણનો સોદો કર્યો. સાઉદી અરેબિયાએ પણ ઓપેક સમક્ષ તેલને ડોલરમાં રાખવા માટે જાેરદાર દલીલ કરી હતી.
૧૯૭૫ના અંત પહેલા, ઓપેકના બાકીના તમામ રાષ્ટ્રો તેમના તેલની કિંમત ડોલરમાં રાખવા અને સમાન સ્તરના સૈન્ય અને આર્થિક સુરક્ષાના બદલામાં તેમના વધારાના પેટ્રોડોલરનું યુએસ સરકારની ડેટ સિક્યોરિટીઝમાં પુનઃ રોકાણ કરવા સંમત થયાં હતાં.
સામાન્ય ચલણને વળગી રહેવામાં સ્થિરતા અને સુરક્ષા છે, કારણ કે તેલની આવક સૌથી વધુ કાર્યક્ષમ હોય છે, તે સ્થિર, સામાન્ય ચલણમાં વેપાર કરવાનો અર્થપૂર્ણ છે. કોમોડિટી માટે વહેંચાયેલ ચલણ સ્વાભાવિક છે, પરંતુ યુએસએ નિશ્ચિત કર્યું કે તેલ માટે ડોલર પસંદ કરવામાં આવે.
-શું પેટ્રોડોલર બદલવામાં આવી રહ્યું છે?
પેટ્રોડોલરને બદલવામાં આવી રહ્યું નથી, પરંતુ ૪૦ વર્ષની આરામદાયક ઈજારાશાહી પછી, યુએસને ચીન દ્વારા પડકાર મળ્યો છે.
૨૦૨૩માં, કેટલાક ફેરફારો થયા છે જે સૂચવે છે કે પેટ્રોડોલર ધારીએ છીએ તેટલું નક્કર ન હોઈ શકે.સૌથી નોંધપાત્ર રીતે,૨૯ માર્ચના રોજ, સાઉદી અરેબિયાએ જાહેરાત કરી કે તેઓ ભૌગોલિક અવકાશ અને વસતીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી પ્રાદેશિક રાજકીય અને સંરક્ષણ સંસ્થા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સાથે “સંવાદ ભાગીદાર” બનવા માટે સંમત થયું છે. યુ.એસ. અને સાઉદી અરેબિયા વચ્ચેના ઐતિહાસિક બંધનને ધ્યાનમાં લેતા, આ દાવાઓ સપાટી પર નાના લાગે છે, પરંતુ ભવિષ્યમાં થનારા વિશાળ પરિવર્તનના સંકેતો છે. સાઉદી અરેબિયા હજુ સુધી પેટ્રોડોલર ઘટાડતું નથી, પરંતુ તેમની પ્રવૃત્તિ સૂચવે છે કે તેઓ અન્ય વિકલ્પો પર વિચાર કરી શકે છે.
- પેટ્રોયુઆન શું છે?
પેટ્રોયુઆન પેટ્રોડોલર સમાન છે, પરંતુ અમેરિકન ડોલરને બદલે ચાઇનીઝ યુઆનમાં. પેટ્રોયુઆન ફક્ત ૨૦૧૭ માં જ્યારે પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ રશિયા સાથે તેલના વેપાર માટે સોદો કર્યો હતો તેટલા પુરતો જ હાલ અસ્તિસ્વમાં છે. પરંતુ પેટ્રોયુઆન એ પેટ્રોડોલર માટે સીધો પડકાર છે, કારણ કે તે વિકલ્પ પૂરો પાડે છે.
એવા ઘણા લોકો છે જેઓ પેટ્રોયુઆનના ઉદય અંગે શંકા દર્શાવે છે.હાલમાં સાઉદી અરેબિયાએ પેટ્રોયુઆનને સત્તાવાર રીતે અપનાવ્યું નથી, પરંતુ એવી સંભાવના છે કે તેઓ નજીકના ભવિષ્યમાં પેટ્રોયુઆનમાં ઓછામાં ઓછા કેટલોક તેલનો વેપાર શરૂ કરશે.
Loading ...