બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે વધુ ભંડોળની ફાળવણીની માંગ પર ધ્યાન અપાશે ખરૂ?

નાણામંત્રી નિર્મલા સિતારામન મોદી સરકારની ત્રીજી ટર્મનું બજેટ રજુ કરવા જઈ રહ્યા ઠે ત્યારે એ જાેવું રસપ્રદ રહેશે કે દેશમાં સૌથી આવશ્યક આરોગ્ય ક્ષેત્ર માટે બજેટમાં કેટલી ફાળવણી કરવામાં આવે છે. સામાન્ય બજેટ ૨૦૨૪માં આરોગ્ય સેવાઓને લઈને ઘણી અપેક્ષાઓ છે. હેલ્થકેર સેક્ટરના નિષ્ણાતોએે નાણાંમંત્રી ર્નિમલા સીતારામન પાસે આ વખતે બજેટમાં આરોગ્ય સુવિધાઓ માટે વધુ ભંડોળ ફાળવવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે આયુષ્માન ભારત યોજનામાં કવરેજ રૂ. ૫ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવો જાેઈએ. તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળશે.

નાણામંત્રી ર્નિમલા સીતારામને આ સામાન્ય બજેટમાં આરોગ્ય સુવિધાઓ માટે વધુ નાણાં આપવા જાેઈએ. ક્લાઈમેટ ચેન્જથી ઉદ્‌ભવતા પડકારોને ધ્યાનમાં રાખીને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે પગલાં લેવા જાેઈએ. હેલ્થકેર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાતો પણ કહે છે કે નાણામંત્રીએ દૂરના વિસ્તારો માટે મજબૂત ટેલીમેડિસિન નેટવર્કની વ્યવસ્થા કરવી જાેઈએ. હેલ્થકેર ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જાેઈએ જેથી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન મળે. એક હેલ્થકેર કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. બીએસ અજયકુમારે જણાવ્યું હતું કે, 'જીડીપીની વધુ ટકાવારી હેલ્થકેરમાં ફાળવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. આશા છે કે આ બજેટમાં ધ્યાન આપવામાં આવશે. આયુષ્માન ભારત જેવી યોજનાઓનું ધ્યાન સબસિડીવાળી સારવાર પર છે. તેના સ્થાને ગુણવત્તાયુક્ત સારવાર પર વધુ ભાર મૂકવો જાેઈએ. વીમા કવચ પણ વધારવું જાેઈએ. તેનાથી લોકોને કેન્સર જેવી જટિલ બીમારીઓમાં મદદ મળશે. અન્ય એક તજજ્ઞ જાેયદીપ ઘોષે જણાવ્યું હતું કે, “દૂરના વિસ્તારોમાં ટેલીમેડિસિન માટે નર્સો સહિતના સપોર્ટ સ્ટાફની તાલીમ માટેનું ભંડોળ એક સારું પગલું હશે. સારવારની આવી અદ્યતન તકનીકોનો પણ આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ થવો જાેઈએ, જે ૈંઇડ્ઢછૈં માર્ગદર્શિકામાં માન્ય છે.

  હેલ્થકેર ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણી વીપી રુપિન્દરજીત સિંઘે જણાવ્યું હતું કે, 'સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી છે. આ ઘટાડવો જાેઈએ. વધતા આરોગ્ય વીમા પ્રિમીયમને ધ્યાનમાં રાખીને, ૮૦-સી હેઠળ કપાત મર્યાદા વધારવી જાેઈએ. આયુષ્માન ભારત યોજના હેઠળ કવરેજ રૂ. ૫ થી વધારીને રૂ. ૧૦ લાખ કરવું એ એક સારું પગલું હશે. કારણ કે દેશમાં હેલ્થકેર ફુગાવો ૧૫ ટકાની નજીક છે. અન્ય એક આગેવાન અમન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આયુષ્માન ભારત યોજનાને કવરેજ વધારીને, ભરપાઈ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને અને અદ્યતન સારવાર તકનીકોનો સમાવેશ કરીને સુધારવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની સારી તાલીમ હોવી જાેઈએ. ડૉ. ક્ષિતિજ મુરડિયાએ જણાવ્યું હતું કે, 'એવું અનુમાન છે કે લગભગ ૩.૩ કરોડ યુગલો આજીવન વંધ્યત્વનો સામનો કરી રહ્યાં છે. આને ધ્યાનમાં રાખીને, આયુષ્માન ભારત યોજનાના દાયરામાં વંધ્યત્વની સારવારનો પણ સમાવેશ થવો જાેઈએ. ડ્રગ રિહેબિલિટેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને કેટલીક કોસ્મેટિક પ્રક્રિયાઓને પણ આ યોજના હેઠળ લાવવી જાેઈએ. આરોગ્ય બજેટ દેશના જીડીપીના ૦.૩ ટકા જેટલું જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને નાણાકીય વર્ષ ૨૫ માટે વચગાળાના બજેટમાં રૂ. ૯૦,૬૫૮ કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જે નાણાકીય વર્ષ ૨૪માં રૂ. ૮૦૫૧૭ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૪માં સ્વાસ્થ્ય બજેટ દેશના જીડીપીના ૦.૨૭ ટકા હતું. નાણાકીય વર્ષ ૨૩માં તે ૦.૨૮ ટકા હતું. કોવિડ પ્રભાવિત નાણાકીય વર્ષ ૨૦૨૧માં ૦.૪૧ ટકા હોવા ઉપરાંત, છેલ્લા દાયકામાં આ આંકડો લગભગ ૦.૩ ટકાની આસપાસ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં દર ૧૦૦૦ લોકો પર સરેરાશ ૨ ડોક્ટરો ઉપલબ્ધ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution