અમદાવાદ-
ગુજરાતમાં હાલ પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ ઓક્ટોબરના અંત સુધીમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રેક્ટર રેલી કરી વિરોધ નોંધાવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાહુલ ગાંધીએ કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણામાં ટ્રેક્ટર રેલી યોજી હતી. જેથી કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ગુજરાતમાં પણ 50 કિલોમીટરની ટ્રેક્ટર રેલી કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાહુલ ગાંધી અગાઉ દિલ્હીની એક ટીમે ગુજરાતમાં ધામા નાખ્યાં છે. જેથી રાહુલ ગાંધી રાહુલ ગાંધી ટ્રેક્ટર રેલી યોજીને કૃષિ બિલનો વિરોધ નોંધાવશે. આ રેલી રાજ્યમાં થનારી પેટા ચૂંટણીમાં અસર કરી શકે છે. 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ખેડૂત વિરોધી બિલને લઈ સરકાર વિરોધી લાગણીઓ ઊભી કરવાનો ગુજરાત કોંગ્રેસે ફાયદો ઉઠાવવા માંગે છે. રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલી થવાથી સરકાર વિરોધી ભાવનાઓને પણ પ્રબળ રૂપ મળી શકે છે.ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને 50 કિલોમીટર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ અમિત શાહ આજે એટલે કે, મંગળવારે ગુજરાત આવી રહ્યા છે. જેને લઇ ભાજપ પણ પ્રચાર-પ્રસારમાં લાગી જાય તેવું જોવા મળી રહ્યું છે.