ગાંધીનગર-
કોરોના કાળને કારણે ધાર્મિક પ્રસંગોમાં લોકોની ઓછામાં ઓછી હાજરી હોય તેવું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે અખાત્રીજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું છે. જે ભગવાન જગન્નાથજી ની 144 મી રથયાત્રા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વખતે 144મી રથયાત્રા હશે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી. ત્યારે આજે પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાના કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો.
આજથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આજે અખાત્રીજ નિમિત્તે રથયાત્રાના રથની પૂજા કરવામાં આવી છે. જે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે રથનું પૂજન કરવામાં આવ્યું છે. જો કે કોરોનાને કારણે સાદાઈથી રથ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ દરમિયાન હાજર રહ્યા હતા. જે 24 મી જૂને રથયાત્રા અગાઉ જળયાત્રા નીકાળવામાં આવશે. જળયાત્રા મામલે જૂન મહિનાની પરિસ્થિતિને લઈને નિર્ણય લેવામાં આવશે. આ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આજે રથોની પૂજા કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ આપણા માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. જો કે ગયા વર્ષે આપણે કોરોના મહામારીને કારણે રથયાત્રા કાઢી શક્યા નહતા. ત્યારે આપણે ભગવાન જગન્નાથ ને પ્રાર્થના કરી છે કે મહામારી માંથી જલ્દીથી મુક્તિ મળી જાય. જો કે આ વખતે પણ રથયાત્રા નીકળશે કે નહિ તે કહેવું હાલ વહેલું છે.