જૂનના પહેલા અઠવાડિયાથી ખુલવા લાગશે ભારત?, સાવચેતી રાખવી જરૂરી

દિલ્હી-

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓની વધી રહેલી સંખ્યાને જાેતા જૂનના પહેલા અઠવાડિયાથી લોકડાઉનથી રાહત મળવાની આશા વધી ગઇ છે. આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. જાે કે આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ લોકડાઉન હટાવવામાં અત્યારે સાવચેતી રાખવાની સલાહ આપી છે. કહેવામાં આવ્યું છે કે પોઝિટિવીટી દર નક્કી કરેલા માપદંડમાં આવી જવા છતાં તેના પર નજર રાખવી પડશે કે સંખ્યા ફરીથી વધવા ના લાગે.

આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, જ્યાં સંક્રમણ દર ૧૦ ટકાથી ઓછો છે અને સતત ઘટી રહ્યો હોય, ત્યાં ગતિવિધિઓ શરૂ થવી જાેઇએ. આવા જિલ્લાઓની સંખ્યા વધી છે અને એ સંકેત છે કે દેશ બીજી લહેરમાંથી બહાર નિકળવાના માર્ગે છે. છેલ્લા ત્રણ સપ્તાહના આંકડા તેની સાક્ષી પુરી રહ્યા છે. દિલ્હી, યુપી, એમપી, હરિયાણા, છત્તીસગઢ, બિહાર જેવા રાજ્યોમાં પોઝિટિવીટી દર પાંચ ટકાથી ઓછો અથવા તેની આસપાસ આવી ગયો છે. આ રાજ્યોમાં પોઝીટીવીટી રેટ અને નવા કેસોની સંખ્યા માર્ચના અંતિમ સપ્તાહના સ્તરે પહોંચી ગયો છે. મોટાભાગના રાજ્યોએ લોકડાઉનનો ર્નિણય ૧૫ એપ્રિલ આસપાસ લીધો હતો. જ્યારે ઘણા રાજ્યોમાં પોઝીટીવીટી રેટ ૩૬ - ૩૭ ટકા સુધી પહોંચી ગયો હતો. જુનના પહેલા સપ્તાહથી કેટલાય રાજ્યોમાં લોકડાઉનમાં રાહત મળવાની આશા વ્યકત કરતા આ અધિકારીએ કહ્યું કે, પોઝીટીવીટી રેટ ઘટવા છતાં લોકડાઉન લંબાવવાનો ર્નિણય બે કારણોથી લેવાયો હતો. એક તો લોકડાઉન ખુલ્યા પછી પોઝીટીવીટી રેટ વધવાનું નક્કી માનવામાં આવે છે અને બીજું હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા હજુ પણ ઘણી વધારે છે. એટલે એ રાજ્યોએ વધારે સતર્ક થવાની જરૂર છે જ્યાં પોઝીટીવીટી રેટ ઓછો હોવા છતાં સક્રિય કેસોની સંખ્યા બહુ વધારે છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution