અમદાવાદ-
ભાજપ ની રણનીતિ માં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને એકપછીએક ઝાટકા લાગી રહ્યા છે અને હવે TMCના રાજ્યસભાના સાંસદ અને મમતા બેનર્જીના ખાસ અંગત માણસ ગણાતા દિનેશ ત્રિવેદીએ ગૃહની કાર્યવાહી દરમિયાન જ રાજીનામું આપી દીધું છે તેઓનો મમતા બેનર્જી ઉપર આરોપ છે કે મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે અને હું કંઈ નથી કરી શકતો.
તૃણમુલના સાંસદ દિનેશ ત્રિવેદીએ આજે રાજીનામુ આપી દીધુ છે અને અટકળો એ છે કે દિનેશ ત્રિવેદી રાજયસભાની ચૂંટણી ગુજરાતથી લડી શકે છે. રાજ્યસભાની ચૂંટણી ટીએમસીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. ત્રિવેદી 14 તારીખે ભાજપમાં જોડાઈ શકે છે. દિનેશ ત્રિવેદી કોલકાતામાં મોદીની હાજરીમાં જોડાવાની શક્યતા ભાજપમાં જોડાયા બાદ લડી શકે છે રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોની છે. ચૂંટણી રાજ્યસભા સાંસદ બાદ દિનેશ ત્રિવેદીને મંત્રી બનાવાની શક્યતા રેલવે કે નાણાં મંત્રાલય સોંપાય તેવી પૂરી શક્યતા બંગાળની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપની રણનીતિ પણ હોઈ શકે છે. હવે આગામી દિવસોમાં જ ખબર પડશે કે ભાજપ કઈ રણનિતી અપનાવે છે.