ગાંધીનગર-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું મોટુ ઓપરેશન પાર પાડવા ખુદ સીએમ રૂપાણી હોમટાઉન રાજકોટ જવાની હોવાની રાજકિય ચર્ચાઓ થઈ રહી છે. ચૂંટણી પંચે અંતિમ યાદી પણ જાહેર કરી દીધી છે ત્યારે હવે આગામી સમયમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો સહિત રૂરલ એરિયામાં સારી પકડ છે ત્યારે ભાજપે તોડજાેડની નીતિ અપનાવી જીતેલા કોંગી નેતાઓને પણ પોતાના પક્ષે લઈ લીધા છે ત્યારે આ વખતે પણ આ સ્થાનિક ચૂંટણી જીતવા પણ ચૂંટણી જાહેર થાય એ પહેલા જ તોડજાેડની નીતિના શ્રી ગણેશ કરી દીધા છે.
જેને લીધે રાજકોટ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડવાની સંભાવનાઓ રાજનૈતિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ગાંધીનગરમાં રાજકિય સૂત્રોનું માનીયે તો રાજકોટના નામાંકિત લોકો-કોંગ્રેસ નેતાઓ કેસરીયો કરશે. એટલું જ નહીં આની જવાબદારી મિશન રાજકોટ તરીકે સીએમ રૂપાણીની સોંપાઈ છે. ૨૧મી જાન્યુઆરીએ સીએમ રૂપાણી સ્પેશ્યલ હોમટાઉન આવશે અને સીએમ રૂપાણીની હાજરીમાં જ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે સીએમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે, ભાજપ ચૂંટણી માટે તૈયાર છે. ચૂંટણીમાં ભાજપ જવલંત વિજય મેળવશે. ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના છે.