શું ai ભવિષ્યમાં નોકરીઓ છીનવી લેશે? નારાયણ મૂર્તિએ કહી મોટી વાત


મુંબઈ,તા.૧૭

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે ai ને કારણે ભવિષ્યમાં નોકરીઓ ગુમાવવાની સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ-જેમ એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે, તેમ-તેમ લોકોમાં આ ચર્ચાએ જાેર પકડ્યું છે. હવે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ આ વિષય પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે નોકરી પર છૈંની શું અસર પડશે તેના પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

સમગ્ર વિશ્વમાં છૈંનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. વિશ્વની ઘણી કંપનીઓ હવે ai એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપકપણે ઉપયોગ કરી રહી છે. છૈંના આગમન સાથે ઘણા કાર્યો સરળ બની રહ્યા છે. પરંતુ જે રીતે છૈંનો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે ભવિષ્યમાં લોકો પોતાની નોકરી ગુમાવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ છૈંના આગમનથી ભવિષ્યમાં નોકરીની સંભાવનાઓ પર કેવી અસર પડશે તે અંગે તેમની પ્રતિક્રિયા આપી છે. નારાયણ મૂર્તિએ એક ઈન્ટરવ્યુ દરમિયાન છૈં પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, માનવ મન સૌથી શક્તિશાળી છે. આની સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. તેમણે 'ઝ્રઉદાહરણ પણ ટાંક્યું, જે ૧૯૭૫ની ટેક્નોલોજી છે જે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં નોકરીઓ ઘટાડી શકે તેવું માનવામાં આવતું હતું. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી શક્તિશાળી સાધન માનવ મગજ છે.

નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, aiના કારણે નોકરી ગુમાવવાનો ભય અતિશયોક્તિભર્યો છે. તેમણે કહ્યું હતું કે આ અંગે ચર્ચા કરવાને બદલે છૈં નોકરીઓ કેવી રીતે બદલશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તે માનવ શ્રમ કેવી રીતે વધારી શકે તેના પર પણ ચર્ચા થવી જાેઈએ. ai નું સ્વાગત કરવું જાેઈએ. તેને નિયંત્રિત કરવું જાેઈએ અને એક સારા સાધન તરીકે ઉપયોગ કરવો જાેઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ સામાન્ય રીતે અને ખાસ કરીને છૈં ટેક્નોલોજીની ભૂમિકા વિશે ખૂબ આશાવાદી છે. જાેકે, આ ત્યારે જ શક્ય બનશે જાે આપણે છૈં ને મદદરૂપ સાધન બનાવવા માટે સ્માર્ટ હોઈશું.

જાેકે, આ પહેલીવાર નથી જ્યારે નારાયણ મૂર્તિએ ai દ્વારા નોકરીઓ છીનવી લેવાના વિચારને નકારી કાઢ્યો હોય. આ વર્ષની શરૂઆતમાં, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (છૈંસ્છ)ના સ્થાપના દિવસ પર બોલતી વખતે તેમણે કહ્યું હતું કે ai જીવનને આરામદાયક બનાવે છે. જ્યારે મનુષ્ય હંમેશા ટેક્નોલોજી પર પ્રભુત્વ કરતા અટકાવશે. તેમણે કહ્યું હતું કે માનવ મન ટેક્નોલોજીથી "એક ડગલું" આગળ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution