હૈદરાબાદ:માધવી અને ગુરુમૂર્તિ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે ગુસ્સામાં માધવીની હત્યા કરી હતી. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે માધવી અને ગુરુમૂર્તિ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે ગુસ્સામાં માધવીની હત્યા કરી હતી. તેલંગાણામાં સેનાના એક નિવૃત્ત જવાને તેની પત્નીની હત્યા કરી છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશના નાના-નાના ટુકડા કરી પ્રેશરકૂકરમાં બાફ્યા હતા. બાદમાં એને તળાવમાં ફેંકી દીધા હતા. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓએ ટુકડા કરેલા માંસને હાડકાંથી છૂટું પાડવા માટે એને દસ્તાથી પીસ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. રંગારેડ્ડી જિલ્લાના મીરપેટના ડીએસપી નાગરાજુએ જણાવ્યું હતું કે ૧૮ જાન્યુઆરીએ સુબમ્મા નામની મહિલાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે તેની પુત્રી માધવી (૩૫)ના લગ્ન ૧૩ વર્ષ પહેલા ગુરુમૂર્તિ સાથે થયા હતા. ગુરુમૂર્તિ સેનામાંથી નિવૃત્ત કર્મચારી છે. હાલ તે કંચનબાગમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. રંગારેડ્ડી જિલ્લાના ડીસીબી એેલબી નાગરે જણાવ્યું હતું કે જિલ્લે લાગુડામાં ૩૫ વર્ષીય મહિલાના ગુમ થવાનો કેસ તેની માતાએ નોંધાવ્યો હતો. આ કેસમાં પતિ પોતે જ દાવો કરી રહ્યો છે કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. જાેકે હજુ સુધી પોલીસને લાશના ટુકડા મળ્યા નથી. મહિલા એક અઠવાડિયાથી ગુમ હતી, માતા-પિતા પોલીસે ફરિયાદ કરી મળતી માહિતી મુજબ, મહિલા લગભગ એક અઠવાડિયા પહેલાં ગુમ થઈ ગઈ હતી. તેનાં માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.