વિકેટકીપર ઋષભ પંતે ધોનીની ૬ સદીના રેકોર્ડની બરાબરી ખરી


ચેન્નાઇ:ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પકડ ઘણી મજબૂત જાેવા મળી રહી છે. આર અશ્વિને પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી છે અને રિષભ પંતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી છે. વાસ્તવમાં પંત લગભગ ૨ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા હતા કે તેમનું કમબેક કેવું રહેશે. પંતે પ્રથમ ઇનિંગમાં સારી ઇનિંગ રમી હતી પરંતુ તે પોતાની ઇનિંગને વધારે લંબાવી શક્યો નહોતો. પરંતુ બીજી ઈનિંગમાં પંતે સદી ફટકારીને શાનદાર વાપસી કરી છે, ચેન્નાઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં ઋષભ પંતે શાનદાર ઈનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. પંતે ૧૨૮ બોલમાં ૧૦૯ રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન પંતે ૧૩ ફોર અને ૪ શાનદાર સિક્સર ફટકારી હતી. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટમાં પંતના બેટથી આ સદી ૬૩૪ દિવસ પછી આવી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતની આ છઠ્ઠી સદી છે. ઋષભ પંતની ૫૮ ટેસ્ટ ઇનિંગ્સમાં આ છઠ્ઠી સદી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં ૬ સદી ફટકારી હતી. ધોનીએ ૧૪૪ ઇનિંગ્સમાં આ ૬ સદી ફટકારી હતી. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર્સની યાદીમાં એમએસ ધોનીની બરાબરી પર પહોંચી ગયો છે. ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ત્રીજા દિવસે ભારત પાસે ૫૦૦થી વધુ રનની લીડ છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ ઘણો મુશ્કેલ બનતો જણાય છે. પ્રથમ દાવમાં પણ બાંગ્લાદેશની ટીમ ૧૪૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution