મુંબઈ
કોમેડી કિંગ કપિલ શર્મા 22 ફેબ્રુઆરીના રોજ મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેઠેલો જોવા મળ્યો હતો. કપિલને આ રીતે જોતાં ચાહકોને ચિંતા થઈ હતી. તે સમયે કપિલને શું થયું છે તે વાત સામે આવી નહોતી. જોકે, હાલમાં જ કપિલે પોતાને શું થયું હોવાની વાત કરી હતી.
વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કપિલ શર્માએ કહ્યું હતું, 'જીમ દરમિયાન મને પીઠમાં ઈજા થઈ હતી. થોડાં દિવસમાં હું સાજો થઈ જઈશ. તમારી ચિંતા માટે આભાર.'
ફોટોગ્રાફર્સ કપિલની તસવીર ક્લિક કરતાં હોય છે અને તેની તબિયત અંગે પૂછતા હોય છે. ફોટોગ્રાફર્સે પૂછ્યું હતું, 'કપિલ સર કેમ છો? સર વીડિયો લઈ રહ્યાં છીએ.' આટલું સાંભળીને કપિલે કહ્યું હતું, 'ઓય, પાછળ હટો તમે તમામ લોકો.' ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે, 'ઓકે સર. થેંક્યૂ સર.' કપિલ ગુસ્સે થઈને આગળ વધે છે અને કહે છે, 'ઉલ્લુના પઠ્ઠા.' તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર્સ કહે છે, 'સર, રેકોર્ડ થઈ ગયું છે.' તો કપિલ કહે છે, 'હા તમે રેકોર્ડ કરી લો, તમે ખરાબ વર્તન કરતાં રહો.' કપિલનું વર્તન જોઈને છેલ્લે ફોટોગ્રાફર્સ કહે છે, 'સર તમે વિનંતી કરી હોત તો અમે પાછળ હટી જાત.'