શા માટે શિવજીના લિંગ પર બીલીપત્ર  ચઢાવવામાં આવે ?

શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવવાનું અતિગણુ મહત્વ મનાય છે. બીલીપત્રના વૃક્ષમાં શિવજીનો વાસ છે. માટે જ પર બીલીપત્ર શિવજીના લિંગ ચઢાવવામાં આવે છે. બીલીપત્રની ઉત્પતિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે. એક માન્યતા એવી છે કે બિલ્વવૃક્ષની ઉત્પતિ મહાલક્ષ્‍મીની તપશ્ચર્યાના ફળ રૂપ છે. પરસેવાનું બિદું હતું તે જમીન પર પડતાં તે બિદુંમાંથી છોડ થયો, અને છોડનું વૃક્ષ થયું તેજ બીલીવૃક્ષ. 

બીલ્વવૃક્ષની મહિમા અપરંપાર છે. ભગવાન વિષ્ણુએ વિશ્વના કલ્યાણ માટે શિવલીંગનું પૂજન કર્યું હતું. એમ કહેવાય છે કે લક્ષ્‍મીજીનો વાસ બીલ્વવૃક્ષની કુંજોયા છે. બીલ્વવૃક્ષ લક્ષ્‍મીજીની તપસ્યાનું ફળ છે. જેનો ક્મપાઉન્ડમાં બીલ્વવૃક્ષ હશે ત્યાં લક્ષ્‍મીજીનો જરૂર વાસ હશે, અને તે ઘરના પરિવાર પર લક્ષ્‍મીજીની સદાય કૃપા વરસે છે. બીલીના ત્રણ પાંદડા ત્રણ ખંગોનું સુચન કરે છે. સુર્ય, ચંદ્ર અને અગ્નિસ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. શિવજીના ત્રિશુળનો પણ નિર્દેશ કરે છે.

બીલીવૃક્ષ તથા શિવલીંગની બીલી ચઢાવાતી વખતે દ્રદયની સરળતા તથા એકાગ્ર ચિત્તે પૂજા કરવામાં આવેતો શિવજી મનો વાંછિત- ફળ આપે છે તથા મનોકામના શિવજી પૂરી કરે છે. બીલીપત્ર માથે ઘરનારને યમનો ભય સતાવતો નથી. બીલીપત્રના વૃક્ષના થડમાં શિવ-પાર્વતીનો વાસ છે. તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિનો વાસ છે. બીલીવૃક્ષમાં થતા ફળોને યજ્ઞામાં હોમવાનું પણ ઘણું મહત્વ છે. તથા ઔષધિઓમાં પણ કામ આવે છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution