શા કારણે શ્રાવણના ત્રીજા દિવસે હરિયાળી તીજ વ્રત ઉજવાય ?

હરિયાળી તીજ અથવા શ્રાવણી તીજનો ઉત્સવ શ્રાવણ મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ ઉજવાય છે. આ તહેવાર ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 23 જુલાઈના રોજ ઉજવાશે. પરણિતા સ્ત્રીઓ માટે આ વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્મ છે. આસ્થા, સૌંદર્ય અને પ્રેમનો આ ઉત્સવ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનર્મિલનની યાદમાં ઉજવવામાં આવે છે.

ચારેય તરફ હરિયાળી હોવાના કારણે તેને હરિયાળી તીજ કહેવામાં આવે છે. આ અવસરે મહિલાઓ ગીત ગાય છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાથી બધા જ સંકટ દૂર થાય છે અને પરણિતા મહિલાઓને પતિના લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ દિવસે મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને પતિ સહિત પરિવારના બધા જ સભ્યો માટે સુખ, સમૃદ્ધિની કામના કરે છે. મહિલાઓ સાસરે હોય તો પિયરથી તેમના માટે કપડા, ઘરેણા, શ્રૃંગારનો સામાન, મહેંદી, મીઠાઈ અને ફળ મોકલવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આ દિવસે હીચકા ઉપર બેસીને હીચકા ખાવાનું પણ વિશેષ મહત્ત્વ છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution