ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો શેર કેમ વેંચવા લાગ્યા


ગયા સપ્તાહના અંતમાં વૈશ્વિક બજારોમાં શરૂ થયેલી વેચવાલીનું મોજું ભારતીય બજારને પણ ઘેરી લીધું છે. શુક્રવારે ૨ ઓગસ્ટે સ્થાનિક બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સ્થાનિક બજારના ઘટાડામાં ફાળો વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે હ્લઁૈં દ્વારા પણ આપવામાં આવ્યો હતો, જેમણે લગભગ દોઢ મહિના સુધી ખરીદી કર્યા બાદ ફરી એકવાર વેચાણ શરૂ કર્યું છે.

જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (હ્લઁૈંજ) દ્વારા ખરીદી ટોપ ગિયરમાં ચાલી રહી હતી. લગભગ દોઢ મહિના સુધી ખરીદી કર્યા બાદ ઓગસ્ટ મહિનામાં તેમનો અભિગમ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. આ મહિનામાં અત્યાર સુધીના ટ્રેડિંગના માત્ર બે દિવસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૧ હજાર કરોડ રૂપિયાથી વધુના ભારતીય શેર વેચ્યા છે. તેનું કારણ વિશ્વભરના શેરબજારોમાં વધતું ડાઉનવર્ડ પ્રેશર છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (દ્ગજીડ્ઢન્)ના ડેટા અનુસાર, ઓગસ્ટના પ્રથમ બે દિવસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ કુલ રૂ. ૧,૦૨૭ કરોડના ભારતીય શેરનું વેચાણ કર્યું હતું. આના કારણે ૨૦૨૪માં અત્યાર સુધી ભારતીય શેરોમાં હ્લઁૈંનું કુલ રોકાણ ઘટીને ૩૪ હજાર ૫૩૯ કરોડ રૂપિયા થઈ ગયું છે.

જુલાઈ મહિનાની શરૂઆતમાં, હ્લઁૈંજએ ભારતીય શેરોની જંગી ખરીદી કરી હતી અને કુલ આંકડો રૂ. ૩૦ હજાર કરોડને પાર કરી ગયો હતો. દ્ગજીડ્ઢન્ના ડેટા અનુસાર, જુલાઈ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારતીય શેરોમાં ૩૨ હજાર ૩૬૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. તે પહેલા જૂનમાં તેણે ભારતીય શેરોમાં રૂ. ૨૬,૫૬૫ કરોડનું રોકાણ કર્યું હતું.

ભારતીય બજારમાં લાંબા ગાળાના વેચાણ પછી, હ્લઁૈંજ જૂન મહિનાથી ખરીદીના માર્ગ પર પાછા ફર્યા હતા. જૂન પહેલા, મે મહિનામાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૨૫,૫૮૬ કરોડના ભારતીય શેર વેચ્યા હતા. જ્યારે નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલ ૨૦૨૪માં હ્લઁૈંએ રૂ. ૮,૬૭૧ કરોડનું વેચાણ કર્યું હતું. જાે આપણે કેલેન્ડર વર્ષ જાેઈએ તો વર્ષ પોતે જ વેચાણ સાથે શરૂ થયું. જાન્યુઆરીમાં હ્લઁૈંજ એ ૨૫,૭૪૪ કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા હતા. હ્લઁૈંજએ ફેબ્રુઆરી ૨૦૨૪માં રૂ. ૧,૫૩૯ કરોડ અને માર્ચમાં રૂ. ૩૫,૦૯૮ કરોડના ભારતીય શેર ખરીદ્યા હતા. જાે કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષના સમાચારોથી પણ રોકાણકારોમાં ડરનો માહોલ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution