વડોદરા : રહેણાકોના દબાણો તોડી પ્રજાની દિવાળી બગાડનાર દબાણ શાખાને શહેરના વેપારીઓ અને લારી ગલ્લાના દબાણો કેમ દેખાતા નથી?
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આંતરિક વિસ્તારમાં આવેલ સોસાયટીના મકાનોની કમ્પાઉન્ડ વોલ,ઓટલા સહિતના દબાણોનો રાજકીય દબાણ હેઠળ સફાયો કર્યો હતો. ત્યારે નાગરિકો દ્વારા એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે, દિવાળી ટાણે શહેરના ચાર દરવાજા અને આસપાસના વિસ્તારો ઉપરાંત સમગ્ર શહેરના મુખ્યમાર્ગો જેવાકે રાવપુરા રોડ, આરસી દત્ત રોડ, દાંડિયા બાઝાર અને રાજમહેલ રોડપર રાહદારીઓને ચાલવાની ફૂટપાથો પર દબાણો કરીને લારી ગલ્લ ાપથારાવાળાનું કાયમી ન્યુસન્સ છે.
પરંતુ રાજકીય નેતાઓ,પોલીસ અનેપાલિકાના અધિકારીઓને કોઈ અગમ્ય કારણસર અને મોટા ભરણ ભરતા આવા દબાણો કેમ દેખાતા નથી એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને એની ગરમાગરમ ચર્ચાઓ
કરાતી હતી.