દુર્ઘટનાઓ પછી જ સરકાર પગલાં કેમ ભરે છે? હાઈકોર્ટ

અમદાવાદ ૨૭ લોકોને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. હાઇકોર્ટે સુઓમોટો પર ત્રીજીવાર સુનાવણી કરી. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હુતં કે ઘટનાઓ બને પછી જ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. બિન કાર્યક્ષમતા છે તે સત્ય છે. જીૈં્‌ કોઈ ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર ઓફિસરોની સામે તપાસ માટે ખાતાકીય સત્ય શોધક તપાસ કરવામાં આવે.ઓફિસરોનો રોલ તપાસવો જરૂરી છે. આ મામલે ૪ જુલાઇએ સુનાવણી યોજાશે. લગભગ બે કલાક સુધી યોજાયેલી સુનાવણી દરમિયાન જુદી જુદી મહાનગરપાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, ય્ૐછછ(ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન) પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ૨૬ મેં , ૨૦૨૪ના રોજ રાજકોટ ્‌ઇઁ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે, એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે એ અંગે સબ્મિશન આપવા આદેશ આપ્યો હતો. ત્યારે ૨૭ મેના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અમિત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ સમક્ષ સાડાચાર કલાક સુનાવણી ચાલી હતી. કોર્ટે સરકારથી લઈ સ્થાનિક ઓથોરિટીઓની ઝાટકણી કાઢી હતી.એડવોકેટ જનરલે કહ્યું કે અમિત પંચાલ એક ઘટનાથી બધું જરનલાઇઝ ના કરે. તો કોર્ટે કહ્યું કે, આ આંખ ઉઘડનારી ઘટના છે.કોર્ટે કહ્યું-સત્ય શોધક તપાસ , શાળાઓની તપાસ ,મહાનગર પાલિકાઓની કામગીરી જાેવાની બિન કાર્યક્ષમતા છે તે સત્ય છે.એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું કે, ૨૩ વર્ષથી નિર્દેશો છતાં સરકાર કશું કરતી નથી.સરકારે વર્કિંગ ફોર્સ સામે પગલાં લીધા, જવાબદાર સામે નહીં. સંસ્થાનો વડો જ જવાબદાર ગણાય. કોર્ટ કોઈ કમિશ્નરની એફિડેવિટ જાેવા નથી માંગતી, સીધો અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો રિપોર્ટ જાેશે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઘટનાઓ બન્યા બાદ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત રહે છે. હરણી અને મોરબી ઓથોરિટીની બિન અસરકારકતાનું ઉત્તમ ઉદાહરણ છે. હરણીમાં કોન્ટ્રાક્ટ સાઇન કરનાર ઓફિસર નાનું બાળક નહોતું. ઓફિસરોને કોઈનો ડર નથી!કોર્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં પણ મોકડ્રીલ થતી નથી. કેટલાય દરવાજા બંધ હોય છે. બિલ્ડિંગમાં આગ લાગે તો લોકો કેવી રીતે બહાર નીકળે તે સમજાવવું જરૂરી. મોકડ્રીલ મૂકડ્રીલ જેવી હોય છે. બધા એરિયા ખોલવા પડે. ફાયર સેફ્ટી અને મોક ડ્રીલ થાય છે કે નહીં તે જાેવાની જે તે સંસ્થાની જવાબદારી છે. ફાયર ર્દ્ગંઝ્ર આપ્યા બાદ પણ ઓથોરિટીની ચેકિંગની જવાબદારી બને છે.અરજદાર એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, કલેક્ટર,ઓફિસર ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હજાર હતા. શાળાઓમાં ઝેરી અને જ્વલનશીલ મટિરિયલ રાખી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીને લગતી તપાસ કરવામાં આવે. પ્રિન્સિપાલ સેક્રેટરી અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સિનિયર ઓફિસરોની રવિવાર સુધી કમિટી બનાવે. તપાસનો રિપોર્ટ ૪ જુલાઈએ આપે. ્‌ઇઁ ગેમ ઝોનમાં ઉચ્ચ અધિકારીઓનો રોલ તપાસવા કોર્ટે રિપોર્ટ માગ્યો છે. હવે શાળાઓ શરૂ થવાની છે, તેથી દરેક જિલ્લામાં ફાયર સેફ્ટીનું ઇન્સ્પેક્શન થયા. પ્લે સ્કૂલોનો પણ સમાવેશ થાય. પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી શાળાઓમાં તપાસ કરવામાં આવે.સરકારે કહ્યું અમે ૯ ઓફિસરને અરેસ્ટ કર્યા છે. જેને લઇને કોર્ટે કહ્યું હતું કે, તમે નાની માછલીઓ પકડી છે. ગેમ ઝોનના ઉદ્‌ઘાટનમાં ગયેલા મોટા અધિકારીઓને પકડ્યા! જાે તમે એક રૂમને પણ નિયમો વિરૂદ્ધ બાંધવા મંજૂરી આપશો તો આરોપીઓ તો આખું બિલ્ડિંગ બનાવશે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ કેવી રીતે કામ કરે છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે.  એડવોકેટ જનરલને કોર્ટે કહ્યું કે, તમે મોરબીના  રિપોર્ટ માટે બહુ રાહ જાેઈ. અમે કહીએ ત્યારે નહીં તમારે જાતે આ અધિકારીઓ સામે તપાસ કરવાની હોય. સરકાર આ અધિકારીઓની જવાબદારી નક્કી કરે.મોરબી, હરણી અને રાજકોટ દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ મ્યુનિસપિલ ઓથોરિટીઓ યોગ્ય કામ નથી કરતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution