કપિલ સિબ્બલે કોલકાતા રેપ કેસની કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ રોકવાની માંગ કેમ કરી?

સુપ્રીમ કોર્ટે કોલકાતાના ચકચારભર્યા રેપ વીથ મર્ડર કેસની સુનાવણી હાથ ધરી હતી ત્યારે છિ્‌શ્ચમ બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે અદાલતી કાર્યવાહીના જીવંત પ્રસારણ પર સ્ટે આપવા માંગણી કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે આ માંગણી ફગાવી દઈ જણાવ્યુ હતું કે શું થઈ રહ્યું છે તે લોકોને જાણવા દો.

કપિલ સિબ્બલ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉપરાંત કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા છે. તે આ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર તરફથી કોર્ટમાં દલીલ કરી રહ્યા છે.

 સિબ્બલે કહ્યું કે મારા અસીલ અને મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી રહી છે. ૫૦ વર્ષમાં કમાયેલી મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી રહી છે, જાણે હું પશ્ચિમ બંગાળ સરકારની નહીં પણ ગુનેગારોની વકીલાત કરી રહ્યો છું તેવું વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર મારી પ્રતિષ્ઠા નષ્ટ થઈ રહી છે. સી.જે.આઈએ જાેકે કહ્યું કે અમે આ રીતે જીવંત પ્રસારણ રોકી શકીએ નહીં.

 આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જજ મનોજ મિશ્રાની બેન્ચ કરી રહી છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે, જ્યારે કોલકાતા પોલીસ આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી હિંસાની તપાસ કરી રહી છે.સુપ્રિમ કોર્ટે આ મામલાની સુઓ મોટો સંજ્ઞાન લીધી હતી. હવે તેણે સુનાવણીનું જીવંત પ્રસારણ રોકવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ લોકહિતનો મામલો છે અને લોકોને ખબર હોવી જાેઈએ કે કોર્ટમાં શું ચાલી રહ્યું છે.

 આ કેસ અંગે સીબીઆઈએ દાવો કર્યો હતો કે હોસ્પિટલની ઘટનાની પ્રથમ માહિતી તાલા પોલીસ સ્ટેશનને સવારે ૧૦ વાગ્યે મળી હતી પરંતુ પોલીસ એક કલાકના વિલંબ સાથે ૧૧ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. ૧૧-૩૦ વાગ્યા પછીએફઆરઆઈ નોંધવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના અધિકારીએ તે દિવસે સંદીપ ઘોષ સાથે ફોન પર વાત કરી હતી. તપાસકર્તાઓ માને છે કે બંને વચ્ચે સાંઠગાંઠ છે. હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના પાછળ સીબીઆઈ ઊંડું કાવતરું જાેઈ રહી છે. રવિવારે સીબીઆઈએ આ ઘટનામાં ધરપકડ કરાયેલા હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અભિજિત મંડલને સિયાલદહ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં ન્યાયાધીશે બંનેને કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે મુખ્ય ઘટનામાં હજુ સુધી એસએચઓને આરોપી બનાવવામાં આવ્યા નથી, પરંતુ એવું લાગે છે કે આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર છે અને સ્ટેશન હાઉસ ઓફિસર તેમાં સામેલ છે. એજન્સીએ પોલીસ સ્ટેશન દ્વારા પુરાવાનો નાશ કરવાની પણ આશંકા વ્યક્ત કરી હતી.

જુનિયર ડોકટરો વતી હાજર રહેલા વકીલ એડવોકેટ ઈન્દિરા જયસિંહે કહ્યું કે, હું જુનિયર ડોકટરો વતી હાજર થઈ છું, અમારી પાસે એવા લોકોના નામ છે જેઓ ઘટના સ્થળે હતા, જાેકે તેઓનું ત્યાં હોવું જરૂરી નહોતું. અમે સીલબંધ કવરમાં નામો સીબીઆઈને આપી શકીએ છીએ.

કપિલ સિબ્બલે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર તેમની છબી ખરડાઈ રહી છે. અને તે પશ્ચિમ બંગાળ સરકારના નહીં, પરંતુ ગુનેગારોના વકીલ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર સ્વયં આ કિસ્સામાં શંકાના દાયરામાં આવી ગયેલી છે. અને સુપ્રિમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવાની ફરજ પડી તે દર્શાવે છે કે રાજ્યનું તંત્ર આ કિસ્સામાં ન્યાય માટે યોગ્ય અને વેળાસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે.

જાહેર જીવનમાં પોતાની છબી ખરડાવાનો ડર ન્યાય પ્રક્રિયાને લોકોની જાણકારીથી દુર રાખવા માટેનું કારણ બની શકે નહીં તેવું સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ થઈ ગયું છે.          

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution