૨૭ નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર છે અશ્વિની. તે કેતુનું નક્ષત્ર છે. આ સિવાય દસમું નક્ષત્ર મઘા અને ઓગણીસમું નક્ષત્ર મૂળ પણ કેતુનું જ છે. આમ અશ્વિની, મઘા અને મૂળ એ ત્રણ નક્ષત્રોનો સ્વામી કેતુ છે. નવે ગ્રહોમાં કેતુનો પ્રભાવ સૌથી ઓછો છે. આ છાયા ગ્રહ મુખ્યત્વે અન્ય ગ્રહોની છાયામાં જ કામ કરે છે. આમ છતાંય તેનો એક સૌથી મોટો દુષ્પ્રભાવ એ છે કે તમારી કુંડળીના જે સ્થાનમાં તે બિરાજમાન હોય છે એ સ્થાનને લગતી બાબતોમાં તે હાનિકારક સાબિત થાય છે. જેમ ક ેતમારી કુંડળીના પ્રથમ સ્થાન દ્વારા તમારો સ્વભાવ, વ્યક્તિત્વ, મહત્ત્વાકાંક્ષાઓ, આયુષ્યબળ વગેરે જાેવાય છે. હવે જાે કેતુ તમારી કુંડળીના પ્રથમ સ્થાનમાં હોય તો આ દરેક બાબત પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. કેતુના આ નકારાત્મક પ્રભાવને કારણે જ કેતુના નક્ષત્રમાં જાે તમારો જન્મ થાય તો તેને અશુભ માનવામાં આવે છે. એમાંય જાે મૂળ નક્ષત્રમાં તમારો જન્મ થાય તો તે વધારે અશુભ માનવામાં આવે છે. એક તો એક ગ્રહ તરીકે કેતુ પોતે અશુભ છે અને મૂળ નક્ષત્ર પણ નૈસર્ગિક રીતે અશુભ છે. આ કારણે મૂળ નક્ષત્રમાં થયેલા જન્મને વધારે અશુભ માનવામાં આવે છે. ઉપરાંત કેતુના નક્ષત્રમાં જન્મ થવો એટલે કેતુની મહાદશામાં જન્મ થવો. આ મહાદશા તમારા આયુષ્ય પર ભારે સાબિત થઈ શકે છે. આથી જ મૂળ નક્ષત્રમાં જન્મેલાં બાળકો માટે અમુક ખાસ વિધિ કરાવવામાં આવે છે.
આપણી વાત શેરબજારની છે. કેતુનાં ત્રણ નક્ષત્રોમાંથી જાે કોઈ પણ નક્ષત્રમાં તમારો જન્મ થયો હોય તો શેરબજારમાં બહુ સમજી વિચારીને જ પડવાનું રાખજાે. તમારા જન્મના સૂર્ય અને ગુરુ શુભ હોય તેમજ બુધ અને શુક્ર પણ લાભકારક હોય તો જ શેરબજારમાં પગ મૂકજાે. એમાંય જાે મૂળ નક્ષત્રમાં તમારો જન્મ થયો હોય તો શેરબજાર તરફ નજર પણ કરશો નહીં. એ તમને ખોટના સોદાઓ જ કરાવશે. કેતુના મૂળ નક્ષત્રમાં થયેલો જન્મ લગભગ કાલસર્પ યોગ જેવું ફળ આપે છે અને કાલસર્પ યોગવાળી વ્યક્તિઓ શેરબજારમાં મોટા ભાગે નિષ્ફળ રહે છે તે આપણે અગાઉના લેખોમાં જાેઈ ગયા છીએ.
જાે તમારો જન્મ કેતુના નક્ષત્રમાં થયો હોય તો તમારે કોઈ પણ વેપારમાં ચારે બાજુનું બરાબર જાેયા-તપાસ્યા પછી જ પડવું. પોતાનો કોઈ વેપાર કરવાને બદલે તમે કોઈના હાથ નીચે કામ કરો તે જ તમારા માટે સૌથી વધારે સારું રહેશે. અમિતાભ બચ્ચનની કુંડળીના પ્રથમ સ્થાનમાં જ કેતુ છે. આ કારણે તેણે જ્યારે પોતાનો વ્યવસાય પોતે કરવાનું વિચાર્યું ત્યારે તેને બહુ મોટી ખોટ ખાવી પડી અને અંતે પોતાની એબીસીએલ કંપની બંધ કરી દેવી પડી. એ જ અમિતાભે એક કલાકાર તરીકે જ્યારે બીજાઓના નિર્દેશનમાં કામ કર્યું ત્યારે તેને હંમેશાં ફાયદો થયો.
એટલે કે તમારી કુંડળીના પ્રથમ સ્થાનમાં કેતુ હોય અથવા તો કેતુના નક્ષત્રમાં તમારો જન્મ થયો હોય તો શેરબજારમાં પડવાનું બને ત્યાં સુધી ટાળવું. એટલું જ નહીં, પોતાના નામે વેપાર કરવાનું સાહસ પણ બહુ ઓછું કરવું. બીજાના હાથ નીચે કામ કરવાથી જ તમને ફાયદો થશે.
હા, એક વાત છે. તમારી કુંડળીનો ગુરુ સારો હોયઅને કેતુ સાથે તેનો શુભ સંબંધ બનતો હોય તો તમે કોઈની સાથે રહીને અથવા કોઈના હાથ નીચે કામ કરીને પણ સારું એવું કમાઈ શકો છો. કેતુ અને ગુરુના સંબંધથી આમ તો ચાંડાલયોગ બનતો હોય છે પરંત ુબંને ગ્રહો આધ્યાત્મિકતા સાથે જાેડાયેલા છે. ગુરુ ધર્મનો કારક છે જ્યારે કેતુ મોક્ષનો કારક છે. કોઈ પણ કુંડળીમાં ગુરુ અને કેતુનો સંબંધ માનવને સારી એવી આધ્યાત્મિક શક્તિ આપે છે. માનવ સારો ધાર્મિક સંત, ધાર્મિક ગુરુ કે ધાર્મિક વક્તા બની શકે છે. ધાર્મિક ચીજાેના વેપારમાં અથવા ધર્મ સાથે જાેડાયેલા વેપારોમાં પણ તેને સારી એવી આવક થાય છે.
આ જાેતાં જાે તમારો જન્મ કેતુના નક્ષત્રમાં થયો હોય અથવા તો તમારી જન્મકુંડળીના પ્રથમ સ્થાનમાં જ જાે કેતુ હોય તો તમારે શેરબજારમાં પડતાં પહેલાં હજાર વખત વિચારવું જાેઈએ. કોઈની યોગ્ય દોરવણી હેઠળ તમે શેરબજારમાં સોદાઓ કરી શકો છો. તે પણ ત્યારે જ જ્યારે તમારી કુંડળીનો ગુરુ શુભ હોય.
કેતુના અશુભત્વના નિવારણ માટે ગુરુને બળવાન કરવો. ગુરુના જાપ કરવા.