દિલ્હી-
ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે, તેથી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઓફ અમેરિકાએ તેમના દેશના નાગરિકોને ભારતની મુલાકાત ન લેવાની સલાહ આપી છે. સીડીસી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિને જોતા, સંપૂર્ણ રસી અપાયેલા લોકોને પણ કોરોનાનું જોખમ છે, આને લીધે, જ્યારે તમે ભારત મુસાફરી કરવા માંગતા હો, ત્યારે મુસાફરી કરતા પહેલા સમ્પૂર્ણ રસી મુકાવવી, માસ્ક પહેરેલો જ રાખવો, સામાજિક અંતરને અનુસરવું અને વારંવાર હાથ ધોવા સાથે ગીચ વિસ્તારોમાં જવા નું ટાળવું.
દેશના આરોગ્ય પ્રધાન મૈટ હેનકોકે કહ્યું છે કે, યુકે એ ભારતને રેડ લીસ્ટમાં મૂકી દીધું છે. ભારતમાં નવા વેરિએન્ટના 103 કેસ પ્રકાશિત થયા બાદ આમ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહી છે અને પરિસ્થિતિ સતત વિકટ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના ચેપના 2 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાને કારણે દરરોજ 1600 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.