શાકભાજી સહિતના કેટલાક ખાદ્યપદાર્થોની વધતી કિંમતને કારણે જથ્થાબંધ ફુગાવો ૧૩ મહિનાની ટોચે


નવી દિલ્હી,તા..૧૫

દેશમાં એપ્રિલ દરમિયાન સામાન્ય જનતાને મોંઘવારીને મામલે આંચકો લાગે તેવા સમાચાર છે. એપ્રિલ દરમિયાન શાકભાજી સહિતના કેટલાક ખાદ્યપદાર્થોની વધતી કિંમતને કારણે જથ્થાબંધ ફુગાવો ૧૩ મહિનાની ટોચે ૧.૨૬% નોંધાયો છે. ઉઁૈં આધારિત ફુગાવામાં સતત બે મહિનાથી વધારો જાેવા મળી રહ્યો છે. તે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન અનુક્રમે ૦.૨૦% અને ૦.૫૩% હતો. ગત વર્ષે એપ્રિલ દરમિયાન ઉઁૈં ફુગાવો ૦.૭૯% રહ્યો હતો.

એપ્રિલમાં ઉઁૈં ફુગાવો ૧૩ મહિનાની ટોચે છે. અગાઉ માર્ચ ૨૦૨૩ દરમિયાન ડબલ્યુપીઆઇ ફુગાવો ૧.૪૧% સાથે સર્વાધિક સ્તરે હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૪ દરમિયાન ખાદ્યપદાર્થો, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ તેમજ અન્ય ઉત્પાદિત વસ્તુઓની કિંમતમાં તેજીને કારણે ફુગાવો પણ વધ્યો હતો.

એપ્રિલ દરમિયાન ખાદ્યચીજાેનો ફુગાવો ૭.૭૪% રહ્યો છે. ફ્યુલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો એપ્રિલ દરમિયાન વધીને ૧.૩૮% હતો, જે ગત મહિના દરમિયાન -૦.૭૭% હતો. ખાદ્યચીજાેમાં શાકભાજીમાં ફુગાવો ૨૩.૬૦% હતો, જે ગત મહિના દરમિયાન ૧૯.૫૨% રહ્યો હતો. બટાકામાં મોંઘવારી દર એપ્રિલ દરમિયાન વધીને ૭૧.૯૭% હતો.

એપ્રિલમાં ઉઁૈં ફુગાવો વધ્યો હતો તો બીજી તરફ રિટેલ ફુગાવો એપ્રિલ દરમિયાન ૧૧ મહિનાના તળિયે ૪.૮૩% રહ્યો હતો. ઇમ્ૈંએ ગત મહિને સતત સાતમી વખત રેપોરેટને યથાવત્‌ રાખ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ ખાદ્ય ફુગાવાના લગતા જાેખમને લઇને સાવધ છે. ઇમ્ૈંની આગામી બેઠક ૫-૭ જૂન દરમિયાન યોજાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution