દિલ્હી-
કોરોના મહામારી દરમિયાન બેફામ વધેલી મોંઘવારીનો માર લોકોને સહાન કરવો પડી રહ્યો છે. આજે કેન્દ્રીય મંત્રાલય દ્વાર જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઇ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) એટલે કે જથ્થાબંધ મોંઘવારી દર સાધારણ ઘટીને ૧૧.૧૬ ટકાના સ્તરે આવી ગઇ છે પરંતુ સળંગ ચોથા મહિને ડબલ ડિજિટમાં રહી છે કારણ કે ખાદ્યચીજાે અને ઇંધણ સસ્તા થયા છે પરંતુ મેન્યુફેક્ચરિંગ આઇટઇમ્સની કિંમતો વધી છે.
કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જથ્થાબંધ મોંઘવારીનો દર જૂન મહિનાના ૧૨.૦૭ ટકાથી વધીને જુલાઇ મહિનામાં ૧૧.૧૬ ટકા નોંધાયો છે. જેમાં ફૂડ ઇન્ફ્લેશન સતત ત્રીજા મહિને ઘટીને જૂલાઇમાં શૂન્ય થયો છે જ્યારે ઇંધણનો મોંઘવારી દર ઘટીને ૨૬ ટકા થઇ ગયો છે. જાે મેન્યુફેક્ચર્ડ આઇટમ્સમાં મોંઘવારી દર વધીને જુલાઇમાં ૧૧.૨ ટકા થયો છે જે જૂન મહિનામાં ૧૦.૮૮ ટકા હતો, જેમ જેમ ઇકોનોમિક રિકવરી વેગ પકડી રહી છે તેમ તેમજ મેન્યુફેક્ચરોને ભાવ નિર્ધારણની શક્તિ હાંસલ થવાના સંકેત મળી રહ્યા છે.
જુલાઇ મહિનામાં ડુંગળીની કિંમત ૭૨.૦૧ ટકા વધી છે. તો ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં મોંઘવારી જૂનના ૩૬.૩૪ ટકાની સામે જુલાઇમાં ૪૦.૨૮ ટકા નોંધાઇ છે.ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે જુલાઇ મહિનાના રિટેલ ઇન્ફ્લેશનના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ મોંઘવારી દર જૂનના ૬.૨૬ ટકાથી ઘટીને જુલાઇમાં ૫.૫૯ ટકા થયો છે.નોંધનિય છે કે, ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમા જાહેર થયેલ ધિરાણનીતિમાં રિઝર્વ બેન્કે મહામારીથી પ્રભાવિત અર્થતંત્રને ટેકો આપવા માટે વ્યાજદર સળંગ સાતમી વખત નીચા સ્તરે સ્થિર રાખ્યા હતા. જાે કે ઉંચા મોંઘવારી દર અંતે ચિંતા વ્યક્ત કરતા હવે વધુ વ્યાજદર ઘટાડવા આડકતરી રીતે ઇન્કાર કર્યો હતો.