જયપુર-
રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ છે કે સરકાર પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્ય્šં છે પરંતુ અમે મજબૂત છીએ. જેમણે દગો કર્યો છે તેઓ ઈચ્છે તો પાર્ટીમાં પરત આવી શકે છે અને સોનિયા ગાંધીની માંફી માંગી લે.
વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજ્યપાલની શરતને લઈને ગેહલોતે કહ્યુ કે ૨૧ દિવસ હોય કે ૩૧ દિવસ, જીત આપણી થશે. 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ ગવર્નરે આ પ્રકારના સવાલ કર્યા છે. તમે સમજી શકો છો કે રાજ્યની સ્થિતિ કઈ તરફ જઈ રહી છે ?
રાજસ્થાનમાં રાજકીય ડ્રામાની વચ્ચે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને સરકાર અને રાજ્યપાલની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. પહેલા બે પ્રસ્તાવને ફગાવવામાં આવ્યા પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે ત્રીજી અરજી રાજભવનમાં મોકલી છે. હવે રાજ્યપાલના જવાબની રાહ જાેવાઈ રહી છે. બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીએ તેમના ૬ ધારાસભ્યોના કોંગ્રેસમાં જાેડાવવાની વિરુદ્ધ હાઈકોર્ટ અરજી કરી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી સતીશ મિશ્રાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે.