અમિતાભ બચ્ચનની વિશાળ સંપત્તિનો વારસો કોને મળશે?

 બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઈન્ડસ્ટ્રીના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક છે. તે એક એવું વ્યક્તિત્વ છે જેની ચમક સમય સાથે ઝાંખી થતી નથી. તેના બદલે, તે દરેક અલગ અલગ સમયે અલગ રીતે ચમકે છે. અમિતાભ બચ્ચને તેમની લાંબી કારકિર્દીમાં ઘણી સંપત્તિ એકઠી કરી છે પરંતુ શું તમે વિચાર્યું છે કે તેઓ ગયા પછી તેમની સંપત્તિ કેવી રીતે વહેંચવામાં આવશે?

૨૦૧૧માં એક ઇન્ટરવ્યુમાં બીગ બી તેના સંતાનો શ્વેતા બચ્ચન નંદા અને અભિષેક બચ્ચનના ઉછેર વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું કે જ્યારે તેઓ પોતાની સંપત્તિ વિશે વિચારે છે ત્યારે તેમનો દૃષ્ટિકોણ સમાન હોય છે અને તેઓ તેને સમાન રીતે વહેંચશે.

અનુષ્કા પરફેક્ટ પેરન્ટ નથી!


અનુષ્કાએ સ્લર્પ ફાર્મની યસ મોમ્સ એન્ડ ડેડ્‌સ ઈવેન્ટમાં કહ્યું, “પરફેક્ટ પેરેન્ટ્‌સ બનવા માટે ઘણું દબાણ હોય છે. પરંતુ આપણે પરફેક્ટ પેરેન્ટ્‌સ નથી અને આપણે તે સ્વીકારવું પડશે. આપણે આપણા બાળકોને સમજાવવું પડશે કે આપણામાં પણ ખામીઓ છે. તમારા બાળકો માની લે છે કે ઓહ મારા માતા-પિતા આવા છે, અને જાે તમે તેના જેવા ન બની શકો તો તમારે તમારી ભૂલો સ્વીકારવી જાેઈએ.”

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution