ખેડામાં અર્જૂનની સેના જાહેર કોણ કપાયું-કોણ આવ્યું?

નડિયાદ : શુક્રવારે ખેડા જિલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે નવાં ચહેરાંઓ જાેવાં મળ્યાં હતાં. નવી ટીમમાં મોટું પરિવર્તન જાેવા મળ્યું હતું. આજે જિલ્લા કાર્યાલય પર નવી ટીમના નવનિયુક્ત હોદ્દેદારોએ એકબીજાને અભિનંદન આપ્યાં હતાં. નવી ટીમમાં યુવાનો અને મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ જિલ્લા પ્રમુખ તરીકે અર્જૂનસિંહ ઉદેસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. ભાજપના સંગઠન હોદ્દાદારોનું સરકાર અને વહીવટી તંત્રમાં પણ ખાસ મહત્વ હોય છે. ભાજપ જિલ્લા સંગઠનમાં હોદ્દા મેળવવા અનેક કાર્યકરોએ વિવિધ આગોવાનો મારફતે પોતા-પોતાનું લોઇબિંગ કરાવ્યું હતું. હવે નવી ટીમ જાહેર થઈ છે ત્યારે આ ટીમ પર આગામી તાલુકા પંચાયત અને નગરપાલિકા ઉપરાંત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોનો મદાર રાખવામાં આવી રહ્યો છે. ખેડા જિલ્લા ભાજપની નવી ટીમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પરામર્શ અને માર્ગદર્શન લઈ જાહેર કરાઈ હતી. 

ઠાસરાની અવગણના કે કોઈ દાવેદાર ના મળ્યો?

ખેડા જિલ્લામાં તાલુકાના હિસાબે સંગઠનમાં પ્રતિનિધિત્વ જાેવાંમાં આવે તો ઠાસરા તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાને નવી ટીમમાં જવાબદારી મળી છે. નડિયાદના ૮, કપડવંજના ૩, મહેમદાવાદના ૨, માતરના ૨, કઠલાલના ૨, મહુધાના ૨, ગળતેશ્વરના ૧, ચકલાસીના ૧ કાર્યકરોને જિલ્લા સંગઠનમાં મહત્વના હોદ્દા સોંપવામાં આવ્યા છે. ઠાસરા તાલુકાના એક પણ કાર્યકરને નવી જિલ્લા ટીમમાં સ્થાન મળ્યું નથી.

અર્જૂનની સેનામાં કોને શું જવાબદારી સોંપાઈ

• પ્રમુખ ઃ અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ (મહેમદાવાદ)

• ઉપપ્રમુખઃ ચંદ્રેશભાઈ કનુભાઈ પટેલ (માતર)

• ઉપપ્રમુખઃ ગોપાલભાઈ ઠાકોરભાઈ શાહ(કપડવંજ)

• ઉપપ્રમુખઃ મીનેશભાઈ પુનમભાઈ પટેલ(ગળતેશ્વર)

• ઉપપ્રમુખઃ રાજનભાઈ દિલીપભાઈ દેસાઈ(નડિયાદ)

• ઉપપ્રમુખઃ જાનવીબેન મિત્તલભાઈ વ્યાસ(નડિયાદ)

• ઉપપ્રમુખઃ વિકાસભાઈ બલકૃષ્ણભાઈ પટેલ(મહેમદાવાદ)

• ઉપપ્રમુખઃ મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર (નડિયાદ)

• ઉપપ્રમુખઃ પાર્વતીબેન ભરતભાઈ મકવાણા(માતર)

• મહામંત્રીઃનટુભાઈ છોટાભાઈ સોઢા (મહુધા)

• મહામંત્રીઃવિપુલભાઈ કાંતિભાઈ પટેલ (નડિયાદ)

• મહામંત્રીઃવિકાસભાઈ જીતેન્દ્રકુમાર શાહ(નડિયાદ)

• મંત્રીઃવિવેકભાઈ કનુભાઈ પટેલ (કપડવંજ)

• મંત્રીઃનિલેશભાઈ મણીભાઈ પટેલ (કપડવંજ)

• મંત્રીઃશોભાનાબેન પરેશભાઈ પટેલ(નડિયાદ)

• મંત્રીઃઅજયભાઈ બ્રહ્મભટ્ટ (નડિયાદ)

• મંત્રીઃવર્ષાબેન અજયકુમાર વ્યાસ (કઠલાલ)

• મંત્રીઃગીતાબેન રાજેશભાઈ જાદવ (ચકલાસી)

• મંત્રીઃપ્રવીણભાઈ શર્મા (મહુધા)

• મંત્રીઃસોનલબેન રાજેશભાઈ પટેલ (કઠલાલ)

• કોષાધ્યક્ષઃસુરેન્દ્રભાઈ ડી પટેલ (કણજરી)

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution