WHO: ભારતમાં કોરોના વાઇરસ હવે સૌથી ઝડપે ફેલાઈ રહ્યો છે

દિલ્હી-

કોરોનાના નવા મામલામાં સૌથી ઝડપથી વૃદ્ધિ ભારત, અમેરિકા અને બ્રાઝિલમાં જોવા મળી રહી છે. સંગઠનના અહેવાલ અનુસાર શનિવારે ભારતમાં કોરોના વાઇરસના 94,372 નવા મામલા સામે આવ્યા. જ્યારે અમેરિકામાં 45,523 અને બ્રાઝિલમાં 43,718 કેસ નોંધાયા. આ દરમિયાન અમેરિકા અને ભારત, બન્ને રાષ્ટ્રોમાં કોરોનાને લીધે 1000 કરતાં વધુ લોકોનો ભોગ લેવાયો. અમેરિકા બાદ ભારતમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ અનુસાર ઑગસ્ટમાં ભારતમાં કોરોના વાઇરસના લગભગ 20 લાખ કેસ નોંધાયા હતા. જે આ મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. વિશ્વ આરોગ્ય સંગઠને એવું પણ કહ્યું છે કે ભારતમાં સપ્ટેમ્બર મહિનાના આરંભથી જ દરરોજ સરેરાશ એક હજારથી વધુ લોકો આ વાઇરના ચેપથી મરી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution