ભવિષ્ય માટે આયોજન કરવા દરમિયાન રોકાણ અને માત્ર બચત વચ્ચેના તફાવતને સમજવો જરૂરી


નવી દિલ્હી,તા.૭

જ્યારે સમય અને પૈસાની વાત આવે છે ત્યારે હંમેશા એક પ્રકારની અધૂરપ લાગે છે, હંમેશા જીવનમાં આ બે મૂલ્યવાન વસ્તુઓ પર્યાપ્ત હોય તો જીવન વધુ સારું બને તેવી ઝંખના રહેતી હોય છે. આ ભાવના જ્યારે આપણે નિવૃત્તિની નજીક પહોંચીએ ત્યારે વધારે પ્રબળ બનતી હોય છે. લોકો તેના માટે તેમની નોકરી, નસીબ અને અન્ય પરિબળોને દોષ આપતા હોય છે ત્યારે તેનાથી પણ વધુ પરિબળો છે જે ધ્યાનમાં રાખવા જરૂરી બને છે તેમ બંધન છસ્ઝ્રના સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ગૌરવ પરિજાનાએ દર્શાવ્યું હતું.

નિવૃત્તિના આયોજન અંગે વાત કરતા તેઓ કહે છે કે જ્યારે આપણે સમય અને પૈસાની વાત કરીએ છીએ ત્યારે અંતે તો સમય જ પૈસા છે તે વિચાર પર અટકીએ છીએ. જાે કે, આપણે એ અહેસાસ કરતા ભૂલી જઇએ છીએ કે આ સંબંધ રોકાણ અને અર્થતંત્રના સિદ્ધાંતોના મૂળ સુધી જાેડાયેલો છે. જે આપણા નાણાકીય ર્નિણયો અને ભવિષ્યને આકાર આપે છે. રોકાણના સૌથી નોંધપાત્ર પાસાઓ પૈકી એક છે કે જે સમયની સંભવિતતાનો ઉપયોગ કરે છે તે સંયોજન છે. કમ્પાઉન્ડિંગ લોકોના રોકાણ દ્વારા મળેલા રિટર્નનો લાભ લે છે અને સમય જતા તેમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે તેમાં ફરી રોકાણ કરે છે. એટલે જ, તમે જેટલા લાંબા સમય સુધી તમારા નાણાંનું રોકાણ કરો છો એટલો જ વધુ ફાયદો તમને ચક્રવૃદ્ધિનો મળે છે.

અન્ય એક સમય સંબંધિત આર્થિક પાસું જે તમામને નિવૃત્તિના પ્લાનિંગ દરમિયાન ખબર હોવી જાેઇએ તે ફુગાવો છે. ફુગાવો તમારા રોકાણને નબળું પાડવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમાં, ફુગાવો એટલે સમયાંતરે કિંમતમાં વધારો જે નાણાથી ખરીદવાની શક્તિને ઘટાડે છે. તમે અત્યારે જે ખરીદી શકો છો તે ભવિષ્યમાં ખરીદશો ત્યારે ખૂબ જ ખર્ચાળ હશે. ઉદાહરણ તરીકે ૧૦ વર્ષ અગાઉ, ૧ કિલો સફરજનના ભાવ રૂ.૧૦૦ હતા પરંતુ હવે તેની કિંમત રૂ.૨૦૮ છે. જે ૧૦૮% વધુ ખર્ચાળ છે. ભવિષ્યમાં તમે વધેલી કિંમતની વસ્તુઓ ખરીદી શકો તે માટે તમારે ભવિષ્યમાં ફુગાવાના દર કરતાં પણ વધુ આવક અને બચતની જરૂરિયાત રહેશે. જાે તેવું કરવામાં નિષ્ફળ રહેશો તો નિવૃત્તિ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ભવિષ્ય માટે આયોજન કરવા દરમિયાન રોકાણ અને માત્ર બચત વચ્ચેના તફાવતને સમજવો જરૂરી છે. રોકાણ એટલે તમારી મૂડીનું કોઇ નાણાકીય સાધનમાં રોકાણ જે સમયાંતરે વૃદ્ધિ પામે છે. નિવૃત્તિના આયોજનની વાત આવે ત્યારે આ સાધનો રોકાણકારોને વધુ વિવેકપૂર્ણ રીતે ર્નિણય લેવા રોકાણ કરવાની આદત કેળવવામાં મદદરૂપ થાય છે.

સમય અને નાણાં વચ્ચેનો સંબંધ તમારા નિવૃત્તિ માટેના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો મહત્તમ ઉપયોગ કરવાની જવાબદારી તમારા પર રહે છે. એકવાર નિવૃત્ત થયા પછી, યોગ્ય આયોજન ફક્ત તમારા ભરણપોષણ અને તબીબી જરૂરિયાતોને જ ટેકો આપતું નથી પણ તમને એવી જીવનશૈલીનો આનંદ માણવાની પણ છૂટ આપે છે જે તમે ઈચ્છતા હોવ પરંતુ તમારા કામકાજના દિવસોમાં તમારી પાસે સમય ન હોવાને કારણે શક્ય બન્યું ન હોય. તમે અગાઉથી જ નિવૃત્તિનું ખૂબ જ વ્યવસ્થિત રીતે આયોજન કર્યું હોવાથી તમે બિન્દાસ પ્રવાસ પર જઇ શકો છો,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution