પાકિસ્તાનના પ્રસ્તાવ પર યુએનમાં ૫૨ દેશો ગેરહાજર રહ્યા તો 51 દેશોએ મતદાન ન કર્યું

ઇસ્લામાબાદ-

પાકિસ્તાનની ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર કિરકિરી થઇ છે. પહેલી વખત અડધાથી વધુ સભ્યોએ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરેલી દરખાસ્ત પર મતદાન કર્યું નહીં. વાત એમ છે કે પાકિસ્તાન પારસ્પરિરક અને સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રસ્તાવને લાઇને આવી હતી, જેમાં ૫૨ મતદાન કરનારા દેશો ગેરહાજર રહ્યા હતા અને ૫૧ દેશોએ મતદાન કર્યું જ નહીં.

જે દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવને લઇ સંયુક્ત રાષ્ટ્ર માં મતદાન કર્યું નહીં, તેમાંથી મોટાભાગના દેશોમાં આફ્રિકન દેશો અને નાના ટાપુના દેશો હતા. પાકિસ્તાને ફિલિપાઇન્સની સાથે મળીને પ્રસ્તાવ મૂકયો અને તેને 90 મતોની સાથે પસાર કર્યો.

ભારતને પોતાની ચિંતાઓ છે, ખાસ કરીને કરતારપુર સાહિબ કોરિડોરને લઈને ભારતે પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે પાકિસ્તાને કરતારપુર ગુરુદ્વારાના વહીવટને એક બિન-શીખ સંસ્થાને સોંપી દીધો. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમે કરતારપુર સાહિબ કોરિડોરની ભાવનાની વિરૂદ્ધ મોટાપાયે પાકિસ્તાની પક્ષની સાથે તેનો વિરોધ કર્યો છે, કારણ કે મોટાપાયા પર શીખ સમુદાયની ધાર્મિક ભાવનાઓ પણ છે. આ સિવાય ભારતે હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની મિશનએ કહ્યું કે આ સંકલ્પ ‘ઇસ્લામફોબિયા, મુસ્લિમ વિરોધી તિરસ્કાર અને ધાર્મિક વ્યક્તિત્વ અને પ્રતીકો વિશે જાગૃતિ લાવવા માટે રાજદ્વારી અભિયાનનો હિસ્સો છે. કંઇક એવું છે જે એકતરફી દેખાય છે અને એક દેશથી પોતાના લઘુમતીઓને સુરક્ષિત રાખવાનો ખરાબ રેકોર્ડ સાથે આવે છે. પાકિસ્તાન હવે આતુર છે કે સંયુક્ત રાષ્ટ્ર ‘ઇસ્લામોફોબિયાનો મુકાબલો કરવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ’ જાહેર કરે. આ એક એવું પગલું છે જે એક ધર્મ પર કેન્દ્રિત છે અને ભવિષ્યમાં આશંકા છે કે તેનો ઉપયોગ ભારતની વિરૂદ્ધ કરાશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution