મુંબઇ
કોરોના મહામારીના કારણે ભલે થિયેટર્સ બંધ હોય પરંતુ ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એકથી એક શાનદાર વેબ સીરિઝ અને ફિલ્મ રિલીઝ થઈ રહી છે. જો કે, હવે થિયેટર્સ 15 ઓક્ટોબરથી શરુ થઈ ગયા છે, એવામાં અમે તમારા માટે લઈને આવી રહ્યા છે ઓક્ટોબરમાં ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સીરીઝની યાદી જેને તેમે ઘરે બેઠા જોઈ શકો છો.
મિર્ઝાપુર -2
અમેઝન પ્રાઈમ વીડિયોની સુપરહિટ વેબ સીરિઝ મિર્ઝાપુર (Mirzapur) ની બીજી સીઝન 23 ઓક્ટોબરે રિલીઝ થનારી છે. આ ક્રાઈમ થ્રિલર કહાણી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ વિસ્તારમાં ભ્રષ્ટાચાર, અપરાધ, શાસનની નિષ્ફળતા, માફિયાનું શાસન અને ગેંગ વોરની આસપાસ ફરે છે.
Poison-2
Zee 5 પર આફતાબ શિવદાસાની સ્ટારર પોઈઝનની બીજી સીઝન (Poison-2) 16 ઓક્ટબરે રિલીઝ થઈ. સીરીઝનના પ્રથમ ભાગને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, જેના બાદ હવે પોઈઝનનો બીજો ભાગ રિલીઝ કરવામાં આવ્યો છે. આ સીરીઝમાં આફતાબ સિવાય રાય લક્ષ્મી, પૂજા ચોપડા, રાહુલ દેવ, વિન રાણા, જૈન ઈમામ, અસ્મિતા સૂદ, જોય સેનગુપ્તા અને પવન ચોપડા પણ નજર આવશે.
કોમેડી કપલ
નચિકેત સામંત દ્વારા નિર્દેશ કૉમેડી કપલ (Comedy Couple) માં સાકિબ સલીમ અને શ્રેતા બસુ પ્રસાદની જોડી જવા મળશે. આ એક એવી જોડીના રૂપમાં જોવા મળશે જે વ્યવસાયે કોમેડિયન છે. તે પોતાના અંગત જીવન અને પોતાના રિલેશનથી પોતાના કૃત્યો માટે પ્રેરણા લે છે. પરંતુ તે અનુભવ કરે તે પહેલા જ તેમના ઓન સ્ટેજ જોક્સ તેના ઓફ સ્ટેજ જીવનને પ્રભાવિત કરવા લાગે છે અને તે પોતાના સંબંધમાં પરેશાનીનો સામનો કરવાનું શરુ કરી દે છે. કૉમેડી કપલમાં રાજેશ તેલંગ અને પૂજા બેદી પણ છે. આ ફિલ્મ Zee 5 પર 21 ઓક્ટોબરે રિલીઝ થશે.
એક ઝૂઠી લવ સ્ટોરી
‘એક ઝૂઠી લવ સ્ટોરી’ ( Ek Jhoothi love story) સીરીઝ ઝી-5 પર 30 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. મેહરીન જબ્બાર દ્વારા નિર્દેશિથ આ શો એક ફેમિલી નાટક છે જે સલમા અને સોહેલના જીવનની પડતાલ કરે છે. જે એક આદર્શ સાથીની શોધમાં છે. બિલાલ અબ્બાસ ખાન અને મહીદા ઈમામ સ્ટાર આ સ્ટોરી અહમદ દ્વારા લખવામાં આવી છે. જબ્બારે કહ્યું કે, ‘એક ઝૂટી લવ સ્ટોરી’ ( Ek Jhoothi love story) તે અધૂરી દુનિયામાં પૂર્ણતાનો પીછો કરવા એક અધૂરા પરિવારનું એક સુંદર વર્ણન છે. આ સીરીઝ દર્શકોને એક ખૂબસૂરત યાત્રા પર લઈ જાય છે.
તૈશ
પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, જિમ સર્ભ અને હર્ષવર્ધન રાણે સાથે બેજોય નાંબિયાર દ્વારા નિર્દેશિત તૈશ (Taish)એક ફેમીલી ડ્રામા ફિલ્મ છે. જે 29 તારીખે ZEE 5 પર રિલીઝ થશે.
સિરિયસ મેન
'સિરિયસ મેન' ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે. આ તમિલનાડુના એક મહાત્વાકાંક્ષી દલિત વ્યક્તિ અય્યન મણિની કહાની છે. આ ફિલ્મ ભાવેશ મંડલિયા દ્વારા લેખિત અને સુધીર મિશ્રાના નિર્દેશમાં બનેલી છે. 'સિરિયસ મેન' માં શ્વેતા બસુ પ્રસાદ, નાસિર અને ઈન્દિરા તિવારી પણ છે. નેટફ્લિક્સ પર આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.
ગિન્ની વેડ્સ સની
પુનીત ખન્નાના નિર્દેશનમાં બનેલી રોમેન્ટિક કોમેડી ગિન્ની વેડ્સ સનીમાં વિક્રાંત મેસી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 9 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
નિશબ્દમ
હેમંત મુધકર દ્વારા નિર્દેશિત નિશબ્દમ એક સસ્પેન્સ થ્રિલર છે જે એક મૂક બધિર કલાકાર સાક્ષી, તેના સેલિબ્રિટી સંગીતકાર પતિ અને તેના સૌથી સારા દોસ્તના ગાયબ થવાની સ્ટોરી છે. ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી, આર માધવન અને અંજલિ મુખ્ય ભૂમિકાઓમાં છે. એમેઝોન પ્રાઈમ પર 2 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.