વ્હોટ્સેપની પ્રાઈવસી પોલીસી બદલાવાને પગલે રાતોરાત લોકો તેનો વિકલ્પ શોધવા માંડ્યા છે. બીજા કયા ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મના એપ્સ મળી શકે તે માટે લોકોએ વિકલ્પો જોવા માંડ્યા છે. સિગ્નલ અને ટેલિગ્રામ જેવા એપ જેના કોઈ ભાવ નહોતું પૂછતું તેને હવે લોકો ભલે ટ્રાય ખાતર પણ એટલી મોટી સંખ્યામાં ડાઉનલોડ કરી રહ્યા છે કે, તેની સાઈટ સુદ્ધાં ક્રેશ થવા માંડી છે.
ટેલિગ્રામ અને સિગ્નલ એમ બંને મેસેજીંગ એપ એવો દાવો કરે છે કે, તેઓ યુઝર્સની પ્રાઈવસી જાળવશે અને ઉપરાંત તેમને એવા ફીચર્સ આપશે જે વ્હોટ્સેપમાં હોય. આ ત્રણેયમાં કેટલાંક વધારાના ફીચર્સ હોવા છતાં અહીં આપણે એ જોઈએ કે એવા કયા ફીચર્સ વ્હોટ્સેપમાં છે, જે સિગ્નલમાં નથી.
1. સ્ટાર મેસેજીસઃ વ્હોટ્સેપમાં એવું ફીચર છે કે, યુઝર પોતાના મહત્વના મેસેજીસને સ્ટારમાર્ક કરી શકે છે, કે ચેટમાં તેમને જાળવી રાખવા માંગે છે. તેનાથી યુઝર્સને થોડા સમયમાં મહત્વના મેસેજીસ જોવામાં અને તેને જવાબ આપવામાં સુવિધા રહે છે. આ ફીચર સિગ્નલમાં મિસિંગ છે.
2. શેર પર્સનલાઈઝ્ડ ક્યુઆર કોડ્સઃ વ્હોટ્સેપમાં પર્સનલાઈઝ્ડ ક્યુઆર કોડ્સને સ્કેન કરવાથી કોન્ટેક્ટ એડ કરી શકાય છે. વ્હોટ્સેપના સેટીંગ્સમાં યુઝર્સના નામની બાજુમાં આ દેખાય છે.
3. સ્ટેટ્સ અપડેટઃ સિગ્નલમાં સ્ટેટ્સ અપડેટનું ફીચર પણ જોવા મળતું નથી. આ ફીચરથી યુઝર્સ પોતાના ટેક્સ, ફોટો, વિડિયો કે જીઆઈએફ મેસેજીસ થકી સ્ટેટ્સ અપલોડ કરી શકે છે, જે 24 કલાક બાદ અલોપ થઈ જાય છે. ફેસબૂકનું આ એપ યુઝર્સને પોતાના સ્ટેટ્સ અપડેટને ફેસબૂક સહિતના અન્ય પ્લેટફોર્મ પર શેર કરવાની પણ સુવિધા આપે છે. આ સ્ટેટ્સ કોણ જોઈ શકે એ બાબતે યુઝર્સને ચોઈસ રહે છે.
4. પર્સનલાઈઝ્ડ વોલપેપર્સઃ હાલમાં વ્હોટ્સેપે પોતાના યુઝર્સ પર્સનલાઈઝ્ડ વોલપેપર્સ યુઝ કરી શકે એવું ફીચર ઉમેર્યું છે, જેને પગલે અલગ ચેટમાં યુઝર અલગ વોલપેપર સેટ કરી શકે છે. આવું ફીચર સિગ્નલમાં હાજર નથી.
5. વ્હોટ્સેપ પેમેન્ટઃ બીટા દ્વારા ગયા વર્ષે આ વધારાનું ફીચર ઉમેરાયું છે. તેના દ્વારા યુઝર્સ જે-તે ચેટમાં સામસામે નાણાંની લેવડદેવડ કરી શકે છે. તેની સાથે બેંક અકાઉન્ટ લીંક કરી શકાય છે, અને નાણાં મોકલી કે મેળવી શકાય છે.
6. એકથી વધારે કોલઃ વ્હોટ્સેપમાં એકી સમયે એકથી વધારે વ્યક્તિને કોલ કરી શકાય છે, જ્યારે આ ફીચર હજી સિગ્નલમાં ટેસ્ટીંગ સ્ટેજ પર છે.
7. લોકેશન શેરીંગઃ સિગ્નલમાં યુઝર્સ તેમના લોકેશન શેર તો કરી શકે છે, પરંતુ લાઈવ લોકેશન શેરીંગનું ફીચર હજી તેની પાસે નથી. જ્યારે વ્હોટ્સેપમાં લાઈવ લોકેશન શેરીંગ ચોક્કસ સમય માટે આપવામાં આવે છે.
8. ઓનલાઈન સ્ટેટસઃ વ્હોટ્સેપમાં આસાનીથી જાણી શકાય છે કે, કોણ ઓનલાઈન છે. તેને ઓફ કરવાનો કોઈ રસ્તો નથી, જ્યારે સિગ્નલમાં હજી આવું ફીચર હાજર નથી.
9. બ્રાઉઝર સપોર્ટ ઓન ડેસ્કટોપઃ સિગ્નલમાં એક અકાઉન્ટ સાથે લીંક કરવાની સુવિધા છે, પરંતુ વ્હોટ્સેપમાં ઈન્ટરનેટ પર ડિવાઈસીસલીંક કરી શકાય છે. જ્યારે સિગ્નલમાં દરેક ડિવાઈસમાં અલગથી પ્રોગ્રામ ડાઉનલોડ કરવો પડે છે.