મંગળ પર નાસાના યાને સફળ ઉતરાણ કર્યું, ફોટો અને રસપ્રદ વિગતો અહીં જૂઓ

વોશિંગ્ટન-

હાલમાં જીવનહીન અને લાલ રંગના પૃથ્વીના પાડોશી ગ્રહ મંગળ પર ક્યારેય જીવન હતું કે કેમ, અને હજી તેના પર ક્યારેય જીવન પાંગરી શકે કે પછી તેના પર માનવ વસવાટની કેવી શક્યતાઓ છે, એ તમામ બાબતોનો અભ્યાસ કરવા માટેના મિશનથી નાસાએ મોકલેલું મહત્વાકાંક્ષી રોબોટીક રોવર મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યું છે. 


આમ તો આ સંસ્થાએ અગાઉ પણ આ પ્રકારના મિશન પૂરા કર્યા છે જ પણ 2.7 અબજ ડોલર્સના આ મિશનમાં યાન એવા પૂરાવા એકત્ર કરવાની સુવિધા ધરાવે છે, જેનાથી પૃથ્વી સિવાય મંગળ પર જીવનની સંભાવનાઓને તપાસી શકાય. આશરે એક કાર જેટલી સાઈઝ ધરાવતું આ રોવર એવા કેમરા અને લેસર ધરાવે છે, જેનાથી મંગળના ગ્રહ પરની માટી અને ખડકોનો અભ્યાસ કરી શકાય અને ક્યારેક આ ગ્રહ પર પાણી વહેતું હતું ત્યારે કોઈપણ સૂક્ષ્મજીવના સ્તરે પણ તેના પેટાળમાં જીવન ધબકેલું કે કેમ. આ અગાઉના મિશનમાં ક્યારેક એવું જણાયું છે કે, મંગળ પૂરતો હુંફાળો, ભેજવાળો અને જીવન માટેનો સાનુકૂળ ગ્રહ રહ્યો છે. આ અંગેની એક અખબારી યાદીમાં સંસ્થાના સંશોધન વિજ્ઞાની કેનેથ વિલ્ફોર્ડે આમ કહ્યું હતું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution