અત્યાર સુધીનાં લેખોમાં નાણાંકીય આયોજન, બચત અને રોકાણનું મહત્વ, લાંબા કે ટૂંકા સમયગાળાના નાણાંકીય ધ્યેય પ્રાપ્તિ માટેની યોજનાઓ, બચત કે રોકાણ માટેનાં બજારમાં ઉપલબ્ધ વિવિધ સાધનો, વિવિધ વિકલ્પો અને રોકાણોની સુરક્ષા, તરલતા તથા વળતર અંગેનાં સંદર્ભમાં વિસ્તૃત વિચારો મૂક્યા છે. પરંતુ, આટલી વિસ્તૃત જાણકારી મેળવ્યા પછી પણ રોકાણ કરવા માટે વ્યક્તિગત રીતે આટલું બધું સંશોધન અને ગહન અભ્યાસ કરવો શું શક્ય હોય શકે? અને આટલો બધો વિચાર કરવાનો સમય ફાળવવો કેવી રીતે? આવું વિચારવું સ્વાભાવિક છે!..
પરંતુ, શું આપણે આપણું શરીર સ્વસ્થ નથી રાખતાં? સ્વસ્થ-નિરોગી શરીર માટે થોડીક કાળજી આપણે જાતે રાખીએ છીએ અને કેટલીક વખત નિષ્ણાત ડોકટર પાસેથી પરામર્શ લઈએ છીએ, સારવાર કરાવીએ છીએ! જેમ, બાંધકામના કાર્ય માટે આર્કિટેકની મદદ મેળવીએ છીએ! જેમ કાયદાકીય ગૂંચવણનાં નિવારણ માટે નિષ્ણાત વકીલ સાથે પરામર્શ કરીએ છીએ! બસ, આ જ કાર્ય આપણી નાણાંકીય બાબતોમાં પણ કરવાનું છે! થોડીક કાળજી આપણે જાતે લેવાની છે અને વિશેષ ર્નિણયો લેતી વખતે ‘નાણાંકીય બાબતોનાં નિષ્ણાત સલાહકાર’ પાસેથી પરામર્શ લેવાનો છે.
રોકાણકારોની સુવિધા માટે વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોમાં ‘લોકપ્રિય પસંદગીનું સાધન’ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ એ નાણાંકીય યોજનાઓ હોય છે, જેનું સંચાલન વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા સ્પષ્ટ ઉદ્દેશ્યો સાથે અને એકદમ પારદર્શી રીતે કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઘણાં રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરી તે નાણાંને વિવિધ સિક્યોરિટીઝ જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, ગોલ્ડ વગેરેમાં રોકાણ કરે છે. ‘એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે ઓળખાતી ઘણી બધી સંસ્થાઓ સ્પષ્ટ ઉદ્દેશ્યો સાથે વિવિધ યોજનાઓ/ઉત્પાદનો બનાવે છે. જેમાં, રોકાણકારો તેમની
જરૂરિયાતોને અનુરૂપ યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે થોડાક સો રૂપિયા જેટલું રોકાણ કરી શકાય તેવું સરપ્લસ ફંડ(વધારાનું ભંડોળ) છે, તે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. બજારમાં ઘણાં ‘નાણાંકીય બાબતોનાં સલાહકાર’ હોય છે, જેઓ નજીવો ચાર્જ લઈને લાંબાગાળાનાં નાણાંકીય આયોજન કરવામાં અને તમારા લક્ષ્યોને અનુરૂપ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવામાં તમને મદદરૂપ થઈ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ સામાન્ય રીતે રોકાણકારોને વિવિધતાઓ, વિશિષ્ટતાઓ સાથે અઢળક સુવિધાઓ પ્રદાન કરે છેઃ
• મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે જેઓ શેરબજારમાં સીધું રોકાણ કરવા ન તો સંશોધન માટે કે ન તો અભ્યાસ માટે સમય ફાળવી શકતા હોય.
• મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકારો માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે, જેઓ આ ‘વિશાળકાય બજારમાં પોતાની માત્ર નાની મૂડી/રકમનું રોકાણ કરી પોતાની સંપત્તિ વધારવા માંગતા હોય.
• રોકાણકારો પાસેથી એકત્રિત ભંડોળનાં પારદર્શી સંચાલન માટે ભારતમાં ‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓ(છસ્ઝ્રજ)’ નું પંજીકરણ ‘સિક્યુરિટી એક્ષ્ચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા(જીઈમ્ૈં)’ દ્વારા પૂરી પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર રોકાણકારો દ્વારા રોકાયેલ મૂળીનાં વળતર આપવાનાં કરવાનાં હેતુથી સેબી (મ્યુચ્યુઅલ ફંડ) રેગ્યુલેશન્સ,૧૯૯૬ હેઠળ થયેલું હોય છે.
• ‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓ(છસ્ઝ્રજ) રોકાણકારો પાસેથી એકત્રિત ભંડોળનું બજારમાં ઉપલબ્ધ સિક્યોરિટીઝના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે. છસ્ઝ્રજ રોકાણ કરતી વખતે ઉદ્યોગ જાેખમ, બજાર જાેખમ, વળતર જાેખમ અને રાજકીય જાેખમ જેવા પરિબળોને ધ્યાનમાં લે છે.
• ‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓ(છસ્ઝ્રજ) તરીકે ઓળખાતી ઘણી બધી સંસ્થાઓ સ્પષ્ટ ઉદ્દેશ્યો સાથે વિવિધ યોજનાઓ/ઉત્પાદનો બનાવે છે. જેને ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ તરીકે ઓળખાય છે. જેમાં શેર-સ્ટોકસ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ, બોન્ડ, પેન્શન ફંડ, સરકારી બોન્ડ જેવાં રોકાણના વિવિધ સાધનોમાં રોકાણ કરવા માટે ઈક્વિટી- ઓરિએન્ટેડ ફંડ્સ, બેલેન્સ્ડ ફંડ્સ, લીક્વીડ ફંડ્સ, સેક્ટર ફંડ્સ જેવી વિવિધ સ્કીમ્સનો ઉપયગ કરવામાં આવે છે.
• ‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓ(છસ્ઝ્રજ)ને તેમની સેવાઓ પૂરી પાડવા બદલ માર્યાદિત ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ એકસાથે મોટી માત્રામાં સિક્યોરિટીઝ ખરીદી અને વેચી શકે છે, જે વ્યક્તિગત રોકાણકારો કરતાં ઓછા ખર્ચમાં પરિણમે છે. સૌથી વધુ ખર્ચ-કાર્યક્ષમ હોવાને કારણે, મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકાર પાસેથી સૌથી ઓછો ચાર્જ વસૂલે છે.
• ‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓ(છસ્ઝ્રજ) નાણાકીય બજારોનો અભ્યાસ કરવામાં નિપુણતા ધરાવતા ‘કુશળ ફંડ મેનેજરો’ નિયુક્ત કરે છે. જેઓ, રોકાણ માટે ઉત્તમ તક અને સાધનોનું સંશોધન કરે છે અને રોકાણ કરે છે.
• મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરનારને ખાતરીપૂર્વકનું વળતર નહીં પરંતુ, લાંબા ગાળે બજારના વળતરમાં અન્ય ‘ખાતરીપૂર્વકના વળતર ઉત્પાદનો’ કરતાં વધુ સારું વળતર આપવાની ક્ષમતા હોય છે.
• મ્યુચ્યુઅલ ફંડ્સનાં ફંડ મેનેજરો નક્કી કરે છે કે સિક્યોરિટીઝ ક્યારે ખરીદવી અને વેચવી, રોકાણકારો ફંડ મેનેજરોની આ વ્યાવસાયિક કુશળતાનો લાભ લઈ શકે છે.
• મ્યુચ્યુઅલ ફંડ્સનાં રોકાણકારો પોતાનાં રોકાણનું સીધું સંચાલન ન કરતાં હોવા છતાં ફંડના નફા અને નુકસાનનાં સમાન રીતે ભાગીદાર હોય છે.
• ભારતમાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં યુનિટ્સ ખરીદે છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પ્રત્યેક યુનિટ રોકાણકારનાં ભાગની માલિકી અને તેનાથી થતી આવકનું પ્રતિનિધિત્વ કરે છે.
• મ્યુચ્યુઅલ ફંડ મેનેજર સામાન્ય રીતે રોકાણમાં વૈવિધ્યકરણની નીતિ ઉપર વધુ આધાર રાખે છે, ઘણી બધી કંપનીઓ અને ઉદ્યોગોની શ્રેણીમાં રોકાણ કરે છે. જાે કોઈ એક કંપની કે ઉદ્યોગોની શ્રેણી નિષ્ફળ જાય તો આ નીતિ જાેખમ ઘટાડવામાં મદદ કરે છે.
• મ્યુચ્યુઅલ ફંડ્સનાં રોકાણકારો પોતાનાં યુનિટ્સની વર્તમાન નેટ એસેટ વેલ્યુ (દ્ગછફ)ને આધારે સરળતાથી પરત (રિડીમ) કરી પોતાની રોકાયેલી મૂડી વત્તા વળતર પ્રાપ્ત કરી શકે છે. જાે આંશિક રકમની જરૂરીયાત હોય તેવા સમયે જરૂરિયાત મુજબ પોતાનાં આંશિક યુનિટ્સ પણ રીડીમ કરાવી શકે છે.
સારાંશઃ મ્યુચ્યુઅલ ફંડ્સનાં રોકાણકારો એક જ છત્ર હેઠળ, રોકાણના ત્રણેય આધારભૂત સ્તંભો ‘સલામતી, વળતર અને તરલતા’નો લાભ મેળવી શકે છે.