ચૈત્ર શુક્લ પક્ષમાં 'કામદા' નામની એકાદશી હોય છે. આ દિવસે ભગવાન વાસુદેવનું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 23 એપ્રિલ, શુક્રવારે કરવામાં આવશે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કામદા એકાદશીનું વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. પારિવારિક જીવન સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળી જાય છે.
કામદા એકાદશી વ્રતનું શુભ મુહૂર્ત
એકાદશી તિથિ પ્રારંભ- 22 એપ્રિલ, 2021એ બપોરના 11.35 વાગ્યાથી
એકદશી તિથિ સમાપ્ત- 23 અપ્રિલ, 2021એ રાત્રીના 09.47 વાગ્યા સુધી
પૂજા વિધિ
શાસ્ત્રો પ્રમાણે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. વ્રતના એક દિવસ પહેલાં એકવાર ભોજન કરીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. કામદા એકાદશી વ્રતના દિવસે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ. વ્રતનો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુજીની પૂજા કરવી જોઇએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં ફળ, ફૂલ, દૂધ, તલ અને પંચામૃત વગેરે સામગ્રીનો પ્રયોગ કરવો જોઇએ. એકાદશી વ્રતની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે. બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં બાદ દક્ષિણા આપીને વિદાય આપવી જોઇએ.