વડોદરાવાસીઓને શું મળશે? લોલીપોપ, ઠીંગો કે વાયદાઓની માયાજાળ?

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના કમિશનર સ્વરૂપ પી સ્થાયી સમિતિ સમક્ષ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું રીવાઈઝ્‌ડ તથા ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજુ કરનાર છે. ત્યારે આ બજેટમાં વડોદરાવાસીઓને શું મળશે? નવનિયુક્ત શાસકોએ સત્તા ગ્રહણ કર્યા પછીથી માત્ર ત્રણ દિવસમાં તૈયાર થયેલા બજેટમાં પ્રજાને વધુ એકવાર વાયદાઓની માયાજાળ કે ઠીંગો કે લોલીપોપ અપાશે કે પછીથી વિકાસના વચનો અને ફુલગુલાબી ચિત્ર રજુ કરાશે?એ બાબતની ચર્ચાઓનો આવતીકાલે ઉકેલ મળી જશે.એક એવી પણ ચર્ચા ચાલી છે કે ચૂંટણી અને કોરોનાના વર્ષમાં પ્રજાને આપેલી રાહતો વ્યાજ સહ વસુલવામાં આવશે. આમ પાલિકાના બજેટ અંગે શહેરીજનોમાં સિક્કાની બંને બાજુઓના પહેલુઓ અંગેની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. મોટાભાગના શહેરીજનો કોરોણાની મહામારીના કમ્મરતોડ મારમાંથી હજુ કળ વળી નથી.ત્યારે એ સંજાેગોમાં કરદર વધારા વિનાનું બજેટ ઇચ્છી રહયા છે. ત્યારે શહેરીજનોની આ અપેક્ષા પૂર્ણ થશે કે કેમ? એ પ્રશ્નનો જવાબ આવતીકાલે બજેટ જાહેર થયા પછીથી શહેરીજનોને મળી જશે. પ્રજાએ શાસકોને ખોબલે ખોબલે આપેલા મતોનો વિશ્વાસ જળવાઈ રહેશે ?કે પછીથી ગરજ પતીને વૈદ્ય વેરી જેવો ઘાટ ઘડાશે? પ્રજાએ રાખેલી આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવાને માટે બજેટ પ્રજાલક્ષી હશે કે પ્રજા ભક્ષી? એ બાબત મહત્વની બની રહેશે એમ મનાય છે.

વડોદરા પાલિકામાં ૧૦મીના રોજ સત્તાના સૂત્રો સાંભળ્યા પછીથી માત્ર ત્રણ વર્કીંગ ડેમાં બજેટ તૈયાર કરવામાં આવ્યું છે,..ત્યારે એમાં કેટલો અભ્યાસ કરવામાં આવ્યો હશે?કેટલા આયોજનોની આંકડાકીય માહિતીઓ તૈયાર થઇ શકી હશે? એ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.

૨૦૨૦-૨૧નું ડ્રાફ્ટ બજેટ કુલ ૩૫૪૮.૩૮ કરોડ રૂા.નું હતું

વીતેલા વર્ષે વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું ડ્રાફ્ટ બજેટ કુલ ૩૫૪૮.૩૮ કરોડ રૂ.નું રહ્યું હતું. અત્રે એ નોંધનીય છે કે કોર્પોરેશનના અંદાજપત્રની કર દર ની દરખાસ્ત તારીખ ૨૦ મી ફેબ્રુઆરી સુધીમાં મંજુર કરવાનો નિયમ છે. પરંતુ આ વર્ષે કોર્પોરેશનની ચૂંટણી હોવાથી અંદાજપત્ર રજૂ થઇ શકયું ન હતું. હવે નવું બોર્ડ આવ્યું તેને ધ્યાનમાં રાખી અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજૂ કરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution