1 સપ્ટેમ્બરથી ગૂગલ પોલિસીમાં થશે ફેરફાર, નિયમો બદલાતા લોકો પર શું પડશે અસર?

મુંબઈ-

1 સપ્ટેમ્બરથી ગૂગલ દ્વારા પોતાની પોલિસીમાં મોબાઇલ યુઝર્સ માટે આ 5 મહત્વના નિયમો બદલાઇ જશે.આ ગૂગલની નવી પોલીસી મુજબ 1 સપ્ટેમ્બરથી ફેક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર પ્રતિબંધ મુકાશે. ગૂગલે પોતાની બ્લોગ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે એપ ડેવલપર્સ દ્વારા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી એપ બ્લોક કરાશે.  નિયમ મુજબ જો આપ મોબાઈલ પર ડિઝ્ની પ્લસ હોટસ્ટારનો ઉપયોગ કરો છો, તો આપને મોંઘુ રિચાર્જ કરાવવું પડશે, અને આ સાથે એમેઝોન, ગૂગલ, ગૂગલ ડ્રાઇવ જેવી સેવાઓના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગૂગલ પ્લે સ્ટોરના નિયમો પહેલા કરતા વધુ કડક બનાવી રહ્યા છે. ગૂગલે પોતાની બ્લોગ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે એપ ડેવલપર્સ દ્વારા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી એપ બ્લોક કરાશે. ફરિયાદો મળ્યા બાદ ગૂગલે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલને આવી 100 જેટલી એપ વિશે ફરિયાદો મળી હતી કે, આ એપ્સ છેતરપિંડીમાં શામેલ છે. 15 સપ્ટેમ્બર, 2021 થી લાગુ નવા નિયમો હેઠળ, ગૂગલ પ્લે સ્ટોર દ્વારા લોન મેળવવાના નામે છેતરપિંડી કરતી શોર્ટ ટર્મ પર્સનલ લોન એપ પર ભારતમાં પ્રતિબંધ મૂકાશે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution