નવી દિલ્હી
જો બાઇડન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટના રૂપમાં શપથ ગ્રહણ કરી લીધા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રેસિડેન્ટનો પગાર અને ભથ્થાં પણ દુનિયામાં સૌથી વધુ છે. અમેરિકી પ્રેસિડેન્ટને દર વર્ષે 4,00,000 ડૉલર એટલે કે 2 કરોડ 94 લાખ 19 હજાર રૂપિયા વેતન મળે છે જે ભારતીય પ્રેસિડેન્ટના વેતનની સરખામણીએ 5 ગણા છે.
અમેરિકી પ્રેસિડેન્ટને વેતન સિવાય 17 પ્રકારનાં વિવિધ ભથ્થાં આપવામાં આવે છે. તેમને વાર્ષિક ખર્ચના રૂપમાં 50,000 ડૉલર (36 લાખ 77 હજાર રૂપિયા), યાત્રા ખર્ચના રૂપમાં ટેક્સ રહિત 1,00,000 ડૉલર (73 લાખ 54 હજાર રૂપિયા) અને મનોરંજન ભથ્થાં તરીકે 19000 ડૉલર (13 લાખ 97 હજાર રૂપિયા) આપવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન અને પૂર્વ પ્રેસિડેન્ટને સુરક્ષા અને સ્વાસ્થ્ય વીમા, વૉર્ડરોબ બજેટ પણ આપવામાં આવે છે.
જોસેફ રૉબનેટ બાઇડન જૂનિયર અમેરિકાના નવા પ્રેસિડેન્ટ તરીકે નવેમ્બર મહિનામાં થયેલ ચૂંટણીમાં ચૂંટાયા હતા. 20 નવેમ્બર 1942ના રોજ પેંસિલવેનિયા રાજ્યના સ્ક્રેંટનમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા કૈથોલિક આયરિશ મૂળના હતા જેમનું નામ જોસેફ રૉબનેટ બિડેન હતું, જ્યારે માતાનું નામ કૈથરીન યૂજીન ફિનનેગન હતું. જો બિડેનને કુલ ત્રણ ભાઈ અને એક બહેન હતી જેમાં જો બિડેન સૌથી વડા છે. જો બિડેન સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેઓ સૌથી નાની ઉંમરના સેનેટર બન્યા હતા.