મુંબઇ-
ભારતીય સ્ટેટ બેન્કએ હોમ લોન પર વ્યાજ દરોમાં રાહત સમાપ્ત કરી દીધી છે. હવે ૧ એપ્રિલથી બેન્કના હોમ લોન રેટમાં ૦.૨૫ ટકાનો વધારો થઇ ગયો છે. આનાથી એવી શક્યતા છે કે આગામી દિવસોમાં બાકી બેન્ક પણ પોતાના વ્યાજ દરોમાં વધારી શકે છે.
એસબીઆઇએ ૧ એપ્રિલથી હોમ લોનના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. હવે આ દરો ૬.૯૫ ટકાથી શરુ થાય છે. મહત્વનું છે કે ભારતીય સ્ટેટ બેન્કના કેટલાક મહિના પહેલા સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં અંદાજે ૦.૧ ટકા સુધી છૂટની જાહેરાત કરી હતી. આનાથી એસબીઆઇની હોમ લોન ન્યૂનતમ ૬.૭૦ ટકા વ્યાજ દર થઇ ગયો હતો.
હવે આ દરો ૬.૯૫ ટકાથી શરુ છે. એટલે કે હોમ લોનના દરમાં સીધો ૨૫ બેઝિસ પોઇન્ટ એટલે કે ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આનાથી એ વાતની શક્યતા છે કે આવનારા દિવસોમાં બાકીની બેન્કો પણ પોતાના વ્યાજ દરો વધારી શકે છે.
બેન્કે કહ્યું હતું કે આ ઘટાડેલા દર ફક્ત ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી જ રહેશે. આ ઉપરાંત, બેન્કે ૩૧ માર્ચ સુધી ૧૦૦ ટકા પ્રોસેસિંગ ફી માફ કરવાની પણ જાહેરાત કરી છે. એટલે કે માર્ચના અંત સુધી હોમ લોન લેનારાને કોઇપણ પ્રોસેસિંગ ફી ચૂકવવાની નહોતી.