ગર્ભમાં બાળકનો વિકાસ રૂંધાઈ જાય તો શું કરવું?

દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવાય છે. પોષણ માસની ઉજવણી દ્વારા લોકોને તેના માટે જાગૃત કરવાના પ્રયાસો સરકાર દ્વારા વારંવાર થતાં હોય છે, છતાંય આપડા દેશમાં કુપોષણની સમસ્યા અટકતી નથી.ગર્ભાવસ્થા એ ખૂબ સુંદર તબક્કો છે પણ દરેક ગર્ભાવસ્થા નવા નવા પ્રશ્નો લાવતી હોય છે. દર વખતે નવા નવા પડકારોનો સામનો કર્યા બાદ જ એક તંદુરસ્ત બાળક હાથમાં આવે છે. કુપોષણને લગતો આવો એક જ વિકટ પડકાર એટલે આઇયુજીઆર (ગર્ભમાં બાળકનો વિકાસ રોકાઈ જવો). આજકાલ આ રોગ ખૂબ વધી ગયો છે

શું છે આઇયુજીઆર?

આ રોગનેગર્ભક્ષય કહે છે. મોટાભાગે ૨થી ૮ ટકા ગર્ભાવસ્થામાં આ તકલીફ થાય છે.

 પ્રકાર

(૧) સિમેટ્રિકલ ટાઇપ(૨૦ ટકા)- બધા અંગોમાં વિકાસ રોકાઈ જાય. જીનેટીક રોગ અને વારસાગત કારણોસર તકલીફ થઈ શકે ,

(૨)એસિમેટ્રિકલ ટાઈપ-૨(૮૦ ટકા )

ગર્ભાવસ્થાના પાછળના મહિનાઓમાં થાય છે, પેટ કરતાં માથું મોટું થઈ જાય છે, બાળકને વધુ ગંભીર તકલીફ થતી નથી. સારવાર કરતાં સારું પરિણામ પણ મળે છે.

કારણો –

• કોઈ કારણસર માતા દ્વારા મળતું પોષણ ઓછું થઈ જાય

• બાળકને મળતો ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય છે

• પ્રકૃતિગત કારણો – જીનેટીક કારણોસર તેમજ નાની વયની મહિલાઓમાં આ સમસ્યા વધારે જાેવા મળે છે.

• માતાનું પોષણ- ગ્લુકોઝ,એમીનો ઍસિડ, ઑક્સીજન ઓછા મળે તો આ રોગ થઈ શકે

• કૂપોષિત માતામાં શક્યતા વધુ છે

• માતાના રોગ- પાંડુ, બીપી, હ્રદયની તકલીફો, કિડનીની તકલીફના કારણે પણ થઈ શકે

• ટોકસીન – દારૂ, ધૂમ્રપાન, કોકેન, હેરોઇન, ડ્રગ્સ વગેરેના સેવનના કારણે થઈ શકે

• બાળકના કારણો- જનીનગત વિકૃતિઓ , ્‌ર્ંઇઝ્રૐની તકલીફો,ગર્ભમાં એક કરતાં વધુ બાળકો હોવા

• પ્લેસેન્ટાગત કારણો – ગર્ભાશયમાંથી આવતો લોહીનો પ્રવાહ લાંબા સમય સુધી ઓછો મળવો, પ્લેસેન્ટામાં કોઈ તકલીફ હોવી

• કઈ રીતે જાણી શકાય આ તકલીફ છે તે?

• ગર્ભાશયના વિકાસ પરથી, પેટ પર હાથ મૂકીને જાેઈએ તો થોડે ઘણે અંશે ખબર પડે

• માતાનું વજન જાે અમુક સમય પછી ઘટે અથવા તો વધવાનું બંધ થઈ જાય તો

• સોનોગ્રાફી

• ગર્ભની આસપાસનું પાણી ઘટી જવું

 શું તકલીફ થઈ શકે ?

• જન્મ પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવી

• બાળક મુંઝાઈ શકે

• બાળકનું મૃત્યુ પણ થઈ શકે

• બાળક ગર્ભમાં મળ પી જાય

• બાળકને ભવિષ્યમાં કોઈ પણ નાનામોટા રોગો થવાની શક્યતા વધી જાય

• માતાને આમ તો આનાથી કઈ તકલીફ થતી નથી પણ કૂપોષણ, હ્રદયની તકલીફો, બીપી વધી જવું વગેરે કારણોસર માતાનું મૃત્યુ થઈ શકે. જે માતાના ગર્ભમાં એક વાર ૈંેંય્ઇ બાળક હોય છે તેને ફરીથી આ તકલીફ થવાની શક્યતા બે ગણી વધી જાય છે

 એલોપેથિક સારવાર

સિમેટ્રિક ટાઈપ-૧ માટે કોઈ જ સારવાર નથી. જેને પ્લેસેંટાંમાંથી મળતું પોષણ ઘટી ગયું હોય તેની સારવાર ઉપલબ્ધ છે. આવા કેસમાં વહેલી ડિલિવરી કરવી યોગ્ય છે કેમ કે મોટાભાગે ૯મા મહિને ગર્ભમાં બાળકના મૃત્યુની સંભાવના વધુ વધી જાય છે, આ સિવાય ડાબા પડખે આરામ કરવો. માતા એ યોગ્ય પોષણયુક્ત આહાર લેવો જાેઈએ, ધૂમ્રપાન, તમાકુ કે બીજા વ્યસન બંધ કરવા. એસ્પ્રિન જે લોહી પાતળું કરવાની દવા છે તે લોહી પરિભ્રમણ વધારવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરની સલાહ મુજબ તે લેવી. ગર્ભ જળ વધે તેવા પ્રયત્નો કરવા

આયુર્વેદમાં ઉપચાર

આયુર્વેદમાં આ રોગને ઉપશુષ્ક, નાગોદર અને ગર્ભક્ષયના નામથી ઓળખવામાં આવે છે. જેની ચિકિત્સા પણ આપેલી છે. મુખ્યત્વે ચિકિત્સામાં તર્પણ –રસાયણ- બૃહણ કર્મ કરવામાં આવે છે. આ સિવાય આહારમાં પોષણયુક્ત એવા પદાર્થો લેવાનું સૂચવવામાં આવે છે. આ સિવાય યોગ, શવાસન,પ્રાણાયામ, સંગીત વગેરે ખૂબ ફાયદો કરી શકે છે. વિવિધ દવાવાળા ઘી જે ગર્ભનું પોષણ કરે છે તેમજ ક્ષીર બસ્તી નામની એક વિશેષ સારવારથી ખૂબ ચમત્કારિક પરિણામ મળે છે પણ તેના માટે યોગ્ય આયુર્વેદ સ્ત્રી રોગ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ આવશ્યક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution