શનિવાર અને મંગળવારને ઉતમ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળવારનો દિવસ મંગળ ગ્રહનો હોય છે, જ્યારે ધાર્મિક માન્યતા અનુસાર, મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ ગ્રહનો દોષ દૂર થાય છે અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.
આ દિવસે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે મંગળવારે આ કામ માહિતીના અભાવને લીધે અથવા જાણી જોઈને અથવા અજાણતાં કરો છો, તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે મંગળવારે શું કરવાથી લાભ થાય છે અને શું કરવાથી નુકસાન વેઠવું પડે છે.
મંગળવારના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને લગવવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, આ કાર્ય માત્ર પુરૂષોએ જ કરવું જોઈએ. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના તમામ સંકટને દૂર કરે છે.
મંગળવારના દિવસે વીજળી, અગ્નિ અથવા ધાતુ સંબંધિત વસ્તુઓ ખરીદવી અને વેચવી યોગ્ય રહે છે.
મંગળવારે ન કરો આ કામ
મંગળવારને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
મંગળવારે ભૂલથી પણ માંસાહાર અથવા કોઈપણ પ્રકારના માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ.
જો શક્ય હોય તો મંગળવારે મીઠું ન ખાવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આનાથી આરોગ્ય પર વિપરીત અસર પડે છે અને કામમાં અડચણોનો સામનો કરવો પડે છે.
મંગળવારે ગુસ્સો ન કરવો જોઈએ અને ન તો કોઈએ અપશબ્દો બોલવા જોઈએ