આયુર્વેદમાં સગર્ભાવસ્થાનું ખૂબ સુંદર વર્ણન આપ્યું છે, જેમાં દરેક મહિના પ્રમાણે શું ખાવું અને શું ના ખાવું તે ખુબ વિસ્તૃત રીતે આપ્યું છે, દરેક મહિનાના વિશેષ આહારના લીધે ગર્ભને પોષણ સુંદર રીતે મળી રહે છે અને તેનું પોષણ સારું થાય છે, આજકાલની નવી પેઢીને ખાવાના નિયમો પાળવા ખાસ ગમતા હોતા નથી આથી જ કાં તો તેમને બાળક રહેવામાં તકલીફ પડે છે અથવા તો ખોડખાંપણવાળું બાળક આવે છે. આથી જાે આ ગર્ભિણી પરિચર્યાનું પાલન કરવામાં આવે તો આવશ્યક રીતે શ્રેષ્ઠ, સુંદર, બળવાન,ગુણો થી સભર અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદમાં ગર્ભિણી સ્ત્રીને તેલ ભરેલા પાત્રની જેમ સાચવવાની કહી છે જેમ તેલ ભરેલા પાત્રને આમ તેમ મૂકીએ અને ધ્યાન ના આપીએ તો તેલ ઢોલાઇ જાય તેમ જાે ગર્ભવતી સ્ત્રીને વિશેષ રીતે ના સાચવીએ તો ગર્ભ અને ગર્ભિણી સ્ત્રી બંનેને નુકસાન થઈ શકે છે. આથી આહાર વિહારના યોગ્ય નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.
પ્રથમ મહિનો
આહાર - દૂધ, ગળ્યું, ઠંડું, પ્રવાહી આહાર, ઘી, ભાત, દાળ, કઠોળ માં વિશેષ મગ, દૂધી, પરવળ , કારેલા જેવા વેળા વાળા શાકભાજી
ફળ – કેળા, સફરજન, સંતરા, આમળાં
ડ્રાયફ્રુટ- દ્રાક્ષ
તીખું ,તળેલું, વાસી,બહાર નું,જંક ફૂડ, બેસન ની વસ્તુઓ , મેંદા નો લોટ , આથાવાળું , ગરમ ખોરાક માંસ મટન વગેરે , રીંગણ, બટાકા, ફુલાવર, કોબીજ, પૌંઆ, ચણાદાળ, અડદ દાળ નથી લેવાની. પચવામાં ભારે હોય તેવી બધી વસ્તુઓ નથી લેવાની.
બાજરીનો રોટલો, ભાખરી, કીવી, પપૈયા, અનાનસ નથી લેવાના . આ બધુજ ત્રણ મહિના સુધી નથી લેવાનું કારણ કે તે બધુજ ગર્ભને નુકસાન કરનારું છે॰ પહેલા ત્રણ મહિનામાં બને ત્યાં સુધી દ્રાક્ષ સિવાયના કોઈ ડ્રાઇ ફ્રૂટ નથી લેવાના. જાે લેવા જ હોય તો આખી રાત પલાળીને સવારે લેવાના. એ પણ સાવ થોડી માત્રામાં.
આયુર્વેદમાં ગર્ભાવસ્થામાં જ્યાં જયા દૂધ અને ઘી અને દૂધ ની બનાવટોની વાત છે ત્યાં દેસી ગાય નું જ દૂધ લેવું. બીજું કોઈ દૂધ આયુર્વેદ માં ગર્ભાવસ્થા માં ના પાડી છે.
બીજાે મહિનો
દૂધ, ખીર, ગળ્યું, ઠંડું, દ્રવ- પ્રવાહી પ્રાયઃ , આહાર, ઘી, તુવેર દાળ, ભાત, મગ, દૂધી, પરવળ, કારેલા
ફળ – કેળું, સફરજન, સંતરા, આમળાં
ડ્રાય ફ્રુટ – દ્રાક્ષ
ત્રીજાે મહિનો
મધ અને ઘી (બંને અસમાન માત્રા માં લેવા, દૂધ ગરમ થાય અને સમાન્ય નવસેકું રહે પછી એમાં મધ અને ઘી ઉપર થી નાખવું ) સિદ્ધ કરેલ દૂધ, ખીર, ગળ્યું, ઠંડું, પ્રવાહી આહાર, ઘી, લાલ ચોખા અને દૂધ, તુવેર દાળ, ભાત, મગ, દૂધી, પરવળ, કારેલા
ફળ- કેળા, સફરજન, સંતરા, આમળાં
ડ્રાય ફ્રુટ – દ્રાક્ષ
ચોથો મહિનો
દૂધ, માખણ, લાલ ચોખા, દહીં, જંગલ માંસ, પનીર, ચોખા સાથે દહીં, મસુર- ચણા દાળ, મગ, તુવેર દાળ
ફળ- આમળાં, દાડમ, નારંગી, દ્રાક્ષ, ફાલસા, કરમદા
ડ્રાય ફ્રુટ- કિસમિસ, જરદાલુ, બદામ
પાંચમો મહિનો
દૂધ અને ઘી સાથે પ્રયોગ, લાલ ચોખા અને દૂધ, જાંગલ માંસ, પનીર, ભાત સાથે દહીં, મસુર- ચણા દાળ, મગ, તુવેર દાળ, પાલક, કાકડી, ગોળ, લીલા શાકભાજી
ફળ- આમળાં, દાડમ, નારંગી, દ્રાક્ષ, ફાલસા, કરમદા
ડ્રાય ફ્રુટ- કિસમિસ, જરદાલુ, બદામ
છઠો મહિનો
દૂધ અને ઘીનો પ્રયોગ, યવાગુ, પનીર, ચોખા સાથે દહીં, રાયતું, મસુર- ચણા દાળ, પાલક, કાકડી, ગોળ, લીલા શાકભાજી, ખજુર, કેળું
ફળ- આમળાં, દાડમ, નારંગી, દ્રાક્ષ, ફાલસા, કરમદા
સાતમો મહિનો
દૂધ અને ઘીનો પ્રયોગ, દૂધ ની રાબ, શીરો, લાપસી, અડદિયા પાક, અડદ ની દાળ, મેથી, પાલક દૂધી, પરવળ, મકાઈ નો રોટલો, દાળ- ભાત, મગ
ફળ- કેળા, આમળાં, દાડમ, નારંગી, નારિયેળ, સફરજન
ડ્રાય ફ્રુટ – કાજુ, કિસમિસ, બદામ
આઠમો મહિનો
દૂધની બનેલી ઘી મિક્ષ કરેલી યવાગુ, દૂધ થી બનેલું રાબ, લાપસી, અડદિયા, અડદ ની દાળ, મેથી, પાલક, દૂધ, પરવળ, મકાઈ નો રોટલો, દાળ- ભાત, મગ
ફળ- કેળા, આમળાં, દાડમ, નારંગી, નારિયેળ, સફરજન
ડ્રાય ફ્રુટ- કાજુ , કીસમીસ, બદામ
નવમો મહિનો
ઘી યુક્ત યવાગુ, દૂધથી બનેલ રાબ, શીરો, લાપસી, અડદિયા પાક, અડદની દાળ , મેથી, પાલક, દૂધી, પરવળ, મકાઈનો રોટલો,મેથી ની રોટલી, ડાળ-ભાત, મગ
ફળ- કેળા, આમળાં, દાડમ, નારંગી, નારિયેળ, સફરજન
ડ્રાય ફ્રુટ – કાજુ, કિસમિસ , બદામ
(બોક્સ)વિહાર- શું શું કરવું ?
ધર્મસ્થાનો માં જવું
યોગ- પ્રાણાયામ નિયમિત કરવા
મનને સારી લાગે એવી જગ્યાએ જવું
ભારે વજન ના ઉઠાવવું
ઉભા પગે બેસવું નહી
સંબંધ રાખવો નહીં
વાહનમાં યાત્રા કરવી નહીં
(બોક્સ)બૌધ્ધિક પઠન
ગુલાબ –કમળના ફૂલની સુગંધ લેવી
પુંસવનસંસ્કાર (શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ વગેરે કરવા )
કૃષ્ણ ભગવાનના બાલસ્વરૂપનું વિશેષ પઠન
સાહસ કથા પઠન
સફેદ રંગના કપડાં વધુ પહેરવા
ચાંદીના ઘરેણાં પહેરવા