પહેલી વાત એ કે માણસને સમાજનો ડર વધુ લાગે છે. ટોળામાંથી બહાર નીકળવા કોઈ તૈયાર જ નથી. એટલે બીજાઓની માફક જ આપણેષ જીવવા મંડીએ છીએ. કોઈ પોતાની જાત વિશે વધુ વિચારવા લાગે તો તે તેને જ વિચિત્ર લાગે છે.'
મુલાકાતીએ તેનું સમર્થન કરતાં કહ્યું. 'હા, આપણને ક્યારેક નવું કરવાની ઇચ્છા થાય પણ તેમ કરતાં સંકોચને પરિણામે પાછા પડી જવાય છે; હેખરે આગળ ચલાવ્યું, 'અને તેથીય વધુ, માણસને મોટો ડર તો અદ્રવ્ય. અગોચરનો લાગતો હોય છે. આવા ભયના પરિણામે તે નવું પગલું ભરવાનું સાહસ કરી શકતો નથી.'
'બરોબર.'
‘અને સૌથી ભયંકર ભય છે,’ હેખરે કહ્યું, પોતાની જાતનો. એ એક વિચિત્ર છતાં સત્ય બાબત છે કે માણસને ક્યારેક પોતાનો જ સૌથી વધુ ભય લાગતો હોય છે. કારણ કે માણસને તેની આંતરિક કુરૂપતા ગમતી નથી. તેનાથી તે ભાગવાનો પ્રયત્ન કરે છે.”
આ ડરને ડારવાનો ઉપાય શું?
હેખરનો સુંદર જવાબ, 'ડરને દૂર કરવા સ્વશિક્ષણ ખૂબ જરૂરી છે. મનુષ્ય જ્યારે જાગૃત બની પોતાની ક્ષતિઓને નિહાળે છે ત્યારે તે અડધું યુદ્ધ તો જીતી
ભયના નિરાકરણનો એક ઉપાય છે વિધેયાત્મક વિચાર. ભયના વિચારોને ખંખેરી નાખવાથી ઘણીવાર ભયમાંથી મુક્ત થવાય છે. ભય લાગે ત્યારે હિંમતનો વિચાર કરવાથી ભય સામે ટકી રહેવાય છે. પ્લોટસ કહે છે, 'સંકટના સમયમાં હિંમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા સમાન છે.” ગાંધીજી ભયને નસાડવા રામનામને ઓસડ માનતા. ભય લાગે ત્યારે ભયના અસ્તિત્વનો સ્વીકાર કરવો જાેઈએ. હિંમતે મર્દા તો મદદે ખુદા' જેવાં સૂત્રો પર શ્રદ્ધા રાખવાથી પણ ભય નિવૃત્ત થાય છે.
ભયપ્રદ પરિસ્થિતિનો પહેલાંથી વિચાર કરી રાખવાથી એટલો બધો ભય નથી લાગતો. જેમ કે, તમારે અનિવાર્ય કારણસર જંગલમાંથી પસાર થવાનું હોય તો આ અંગેની તમે માનસિક કલ્પના, માનસિક તૈયારી કરી રાખી હોય તો તમને વધુ ભય લાગતો નથી. કોઈક જગ્યાએ તમારે પ્રવચન આપવાનું હોય ત્યારે તમે પ્રવચન આપી રહ્યા છો તેવી માનસિક ધારણા પહેલાથી કરી હોય તો ખરેખરાપ્રવચન સમયે તમને વધારે ભય લાગશે નહીં.
જે પરિસ્થિતિ ઉત્પન્ન થતાં તમને ભય લાગતો હોય તેવી પરિસ્થિતિને તમારી જાતે ઉત્પન્ન કરો, તેવી પરિસ્થિતિમાં રહેવા પ્રયત્ન કરો. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં વારંવાર મુકાશો ત્યારે તે વાત સહજ બની જશે. જેમ કે, તમને કૂતરા પાસે જતાં ડર લાગતો હોય તો ધીમે ધીમે કૂતરા પાસે જાવ. પહેલા થોડું અંતર રાખી ઊભા રહો. પછી રોજ તેની વધુ ને વધુ નજીક જાવ. આમ કરતાં તમારો ભય બિલકુલ નીકળી જશે.
તમે આધ્યાત્મિક માનવી છો એવી લોકોમાં તમારા વિશે છાપ હોય અને આ છાપ તમને સિનેમા જાેવા જતાં અટકાવતી હોય તો ર્નિભયતાપૂર્વક સિનેમામાં જાવ. બે-ચાર વાર ર્નિભયતાપૂર્વક સિનેમા જાેશો તો તમારો ભય ભાંગી જરો. તમને લોકોનો ડર નહિ લાગે. યાદ રાખો કે કદાચ તમને સિનેમા જાેવાથી કંઈક નુકસાન થતું હોય, પણ ભવપ્રદ અવસ્થામાં રહેવાથી, ભયને સંઘરવાથી તો અચૂક વધુ નુકસાન થાય છે. તમારા કોઈપણ ખરાબ કાર્યથી તમને જે નુકસાન થાય છે તેના કરતાં ભય તમને વધારે નુકસાન કરી જાય છે.
ઓશો –ભગવાન બુદ્ધે કહ્યું છે. ભિક્ષુઓ, વીજળીના કડાકાથી બે જણા ધ્રૂજતા નથી. એક વનરાજસિંહ અને બીજાે ર્નિમળ સાધુ. એટલે કે ભયને નાબૂદ કરવાના બે માર્ગો છે, એક સિંહનો માર્ગ અને બીજા સાધુનો માર્ગ, સિંહને ભય નથી લાગતો કારણ કે તેના પ્રાણમાં અહંકાર છે. પગલામાં દર્પ છે. સાધુમાં અહંકારનો છાંટોય નથી. ભય તો અહમુને હોય છે. મડદાને કોઈનો ભય હોય ખરો ?'
ભયનાં મૂળ આપણામાં ખૂબ ઊંડાં છે આપણું મન એ હજારો વર્ષના સંસ્કારોનો પરિપાક છે. મનુષ્ય કરતાં પશુપક્ષીઓમાં ભયનું પ્રમાણ વધારે હોય છે. કોઈપણ પક્ષીની નજીક જશો એટલે તે તરત ભાગી જશે. મનુષ્યમાં ભય ઉત્ક્રાંતિ કરી આવ્યો છે. મનુષ્ય પૂર્વે જે ભય પશુ-પક્ષીઓમાં હતો તે તેનામાં ઉત્ક્રાંતિ કરી આવ્યો છે. માટે આ બધી યોનિઓના સંસ્કારો તેના પર અંકિત થયેલા હોય છે, એટલે સ્વાભાવિક રીતે જ મનુષ્યમાં પણ ડરનું પ્રમાણ વિશેષ હોય છે.
ઉપર દર્શાવેલા ભયમુક્તિના ઉપાયોથી કાયમી ભયમુક્તિ થતી નથી. કારણ કે ઉપરના બધા ઉપાયો આપણા મનમાં ઉપલા સ્તરને અસર કરે છે. આ ઉપાયોથી ભયમાંથી માત્ર તાત્કાલિક મુક્તિ મળે છે.