દિલ્હી-
ખેડૂતોની ટ્રેક્ટર રેલી માટે જે માર્ગ નક્કી કરાયો હતો તેનાથી ભટકીને કેટલાંક આંદોલનકારી ખેડૂતો અને તોફાની તત્વોએ રાજધાનીમાં આવેલા લાલ કિલ્લા તરફની વાટ પકડી હતી અને તેના પર ઝંડો ફરકાવ્યો હતો. જેને નિશાન સાહિબ કરેવાય છે, એ આ ઝંડો ખાલીસ્તાની ઝંડો છે કે કેમ તે જાણીએ.
ખરેખર તો આંદોલનકારી પંજાબી ખેડૂતોએ લાલ કિલ્લાના ગુંબજ પર ફરકાવ્યો એ ઝંડાને નિશાન સાહિબ કહેવાય છે અને તેને જ ફરકાવાયો હતો. કેટલાંક લોકો દ્વારા ખાલીસ્તાની ધ્વજ તરીકે મિડિયામાં તેનો પ્રચાર કરાયો છે, જે સચ્ચાઈ નથી. આવા ઝંડા દરેક ગુરદ્વારા પર તમને જોવા મળશે અને તેને ખાંડા એટલે કે બે-ધારી તલવાર સાથે ફરકાવવામાં આવે છે.
શીખ રેજીમેન્ટના દરેક ગુરદ્વારા પર આવો ધ્વજ જોવા મળશે. રેજીમેન્ટના કન્ટીન્જન્ટ્સ જ્યારે પોતાના ગુરદ્વારા ખાતે જાય છે, ત્યારે તેઓ પણ આવો ધ્વજ સાથે લઈને જાય છે. ગુરુ ગ્રંથ સાહિબના બીરની સાથે આ ધ્વજને જવાનો દ્વારા આદર અપાય છે. આર્મી કન્ટીજન્ટમાં પણ દરેક શીખ રેજીમેન્ટ પર આ ધ્વજ જોવા મળે છે. ગુરુ ગોવિંદ સિંહના ભજનમાંથી નિશ્ચય કર અપની વિજય કરું એવો મુદ્રાલેખ લેવાયો છે. સાથે જ, મંગળવારે લાલ કિલ્લા પરથી ત્રિરંગાને હટાવાયો નહોતો. ખરેખર તો કેટલાંક અન્ય લોકો દ્વારા ત્રિરંગો પણ સાથે રખાયો હતો અને ત્રિરંગાને ઉતારાયો નહોતો કેમ કે, લાલ કિલ્લાના ગુંબજ પર કોઈ ધ્વજ હતો જ નહીં.