ચોકલેટ સિસ્ટ અથવા એંડોમેટ્રિઓસિસ શું છે?

લેખકઃ પૂજા વિહારીયા | 

સ્ત્રીઓમાં આજકાલ નવી નવી સમસ્યાઓ ઉદ્‌ભવવી સામાન્ય થઈ ગયું છે, તેમાં પણ ગર્ભાશય અને અંડાશયને લગતી સમસ્યાઓ ખૂબ સામાન્ય છે. ચોકલેટ સિસ્ટ ખૂબ નવું અને અજુગતું નામ લાગે છે, કદાચ ખાવાની કોઈ વસ્તુ સાથે સંકળાયેલું હશે તેમ લાગે છે પણ એવું નથી. આ નવું નામ બહેનોને ખૂબ હેરાન કરનારો અને મટવામાં થોડો અઘરો રોગ છે. ચોકલેટ સિસ્ટ એ અંડાશયમાં થતી એક વિશેષ પ્રકારની ગાંઠ છે, જે સ્ત્રીની શારિરીક અને માનસિક સ્થિતિને ખોખલી કરી નાંખે છે. સામાન્ય રીતે ચોકલેટ સિસ્ટ કેન્સરની ગાંઠ નથી હોતી, પણ તે કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે. આ સમસ્યા પહેલાના સમયના આટલી વધારે પ્રમાણમાં નહોતી જાેવા મળતી પણ આજકાલ તે ચિંતાજનક રીતે વધી રહી છે.

સામાન્ય રીતે દર મહિને સ્ત્રી માસિકમાં આવે ત્યારે માસિક ચક્રના નિશ્ચિત દિવસોમાં દરેક સ્ત્રીના ઓવેરી (બીજાશય)માંથી બીજ છૂટું પડે છે અને તે બીજ ફેલોપીયન ટ્યુબ દ્વારા ગતિ કરીને ગર્ભાશય સુધી આવે છે, ત્યાં પુરુષના શુક્રાણુ તેના સંપર્કમાં આવે તો તેમાં ફલનની ક્રિયા થઈને ગર્ભ બને છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. તકલીફ ત્યાં ઊભી થાય છે જ્યારે આ પ્રક્રિયામાં અલગ અલગ કારણોસર વિક્ષેપ પડે છે.

ચોકલેટ સિસ્ટ કઈ રીતે બને છે ?

સ્ત્રી બીજ બીજાશયમાંથી જ્યારે નીકળતું નથી ત્યારે તેમાં અલગ અલગ પ્રકારની સિસ્ટ બનતી હોય છે, જેને ઓવરીયન સિસ્ટ કહે છે.ચોકલેટ સિસ્ટ એક છે, આ ગાંઠનો રંગ એકદમ ચોકલેટ જેવો હોય છે એટલે તેને ચોકલેટ સિસ્ટ કહે છે. ગર્ભાશયની દીવાલમાં ત્રણ સ્તર હોય છે, જેમાં એંડોમેટ્રીયમ મુખ્ય છે. આ એ જ સ્તર છે જ્યાં ગર્ભસ્થાપન થાય છે અને ગર્ભનિર્માણ થાય છે. આ એંડોમેટ્રીયમ ગર્ભાશયની જગ્યાએ અંડાશયમાં સ્થાપિત થાય અને ત્યાં જ વધવા માંડે તો તેને એંડોમેટ્રિઓસિસ કહે છે. આમ તો એંડોમેટ્રિઓસિસ શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે પણ તે જ્યારે ઓવેરી એટલે કે બીજાશય માં થાય ત્યારે તેને ચોકલેટ સિસ્ટ નામ આપવામાં આવે છે. આ એંડોમેટ્રિઓસિસ ધીમે ધીમે વિકાસ પામે છે અને લોહી એકઠું થતાં થતાં ગાંઠ જેવું બને છે. અને લોહી જામીને જૂનું થવાના કારણે તે કાળું અથવા ચોકલેટ કલર જેવુ દેખાય છે. આથી આ ગાંઠ ને ચોકલેટ સિસ્ટ નામ આપ્યું છે. વાસ્તવમાં તેનો કલર એકદમ ડાર્ક ચોકલેટ જેવો હોય છે. ગર્ભાશયની સોનોગ્રાફીના નિદાનથી તે જાણી શકાય છે.

ચોકલેટ સિસ્ટ થવાના કારણો

• માસિક ખૂબ દુઃખાવા સાથે આવવું

• માસિક વધુ આવવું

• ઊંધું ગર્ભાશય હોવું

• વારસાગત કારણોસર

• યોનિ માર્ગ સાંકડો હોવો

• હોર્મોનનું અસંતુલન

ચોકલેટ સિસ્ટના લક્ષણો

ઘણી વાર શરૂઆતના સમયમાં લક્ષણો જાેવા મળતા નથી. પણ લાંબા સમયે ગંભીર લક્ષણો સાથે રોગ બહાર આવે છે.જાેકે આજકાલ ઉપલબ્ધ સુવિધાઓના કારણે ઝડપથી નિદાન કરી શકાય છે.

• ઉંમર ૩૦-૪૫ વર્ષની હોય ત્યારે

• ગર્ભશ્રીમંત સ્ત્રીઓમાં વધુ જાેવા મળે

• મોટી ઉમરે ગર્ભધારણ થવાથી

• ઓછા બાળકો હોવાં

• વારસાગત કારણો

• માસિક ખૂબ દુઃખાવા સાથે અને વધુ આવવું

• માસિકનો રંગ ખૂબ લાલ, કોફી ડાર્ક હોવો અને ગઠ્ઠા સાથે આવવું

• વંધ્યત્વ

• સેક્સ દરમિયાન દુઃખાવો થવો

• પેઢુંમાં સતત દુઃખાવો રહેવો

• લોહીના ટકા ( હિમોગ્લોબિન) ઓછું થઈ જવું

• પેશાબમાં દુ;ખાવો રહેવો , પેશાબની જગ્યાએથી લોહી આવવું

• મળત્યાગ વખતે દુઃખાવો થવો

નિદાન કઈ રીતે કરી શકાય ?

• ઝ્રછ ૧૨૫(ટયૂમર માર્કર)નો રિપોર્ટ વધુ ઊંચો આવવો

• ગર્ભાશયની સોનોગ્રાફી

• લેપ્રોસ્કોપી

• યોનિમાર્ગની તપાસ દ્વારા

આયુર્વેદિક ચિકિત્સા

સિસ્ટની સંખ્યા, સાઇઝ, લક્ષણોની તીવ્રતાના આધારે ચિકિત્સા નક્કી થાય છે. મોટાભાગે એલોપથીમાં હોર્મોન થેરપી, દુઃખાવાની દવા અને લેપ્રોસ્કોપી કે ઓપરેશન જ તેની સારવાર છે.

આયુર્વેદમાં સંપૂર્ણ સારવાર શક્ય છે. આયુર્વેદમાં આ ગંભીર રોગમાં ચિકિત્સાના ઘણા સારા પરિણામો મળી રહ્યા છે, જેના રિસર્ચ પેપર ઓનલાઈન ઉપલબ્ધ છે. મુખ્યત્વે પંચકર્મ અને તેના બાદ માંેઢેથી લેવાની દવાઓ દ્વારા ખૂબ સારા પરિણામ મેળવી શકાય છે. દર્દીની પ્રકૃતિ અનુસાર સ્ત્રી રોગ નિષ્ણાત વૈધ પાસે પંચકર્મ સારવાર કરાવીને દવા શરૂ કરવી. આયુર્વેદ સારવારથી ચોકલેટ સિસ્ટ સંપૂર્ણ મટી શક,ે અને ત્યાર બાદ જેને ગર્ભધારણમાં તકલીફ હોય તેને કુદરતી રીતે ગર્ભધારણ પણ થઈ શકે છે. આ સિવાય તેના લક્ષણોમાં પણ ખૂબ સારું પરિણામ મળે છે અને બીજી તકલીફો ઊભી થતી નથી. આથી આયુર્વેદ માં વર્ણિત પથ્ય અપથ્ય અને રજઃસ્વલા પરિચર્યાના સંપૂર્ણ પાલનથી આ ગંભીર રોગ થતો અટકાવી શકાય છે અને બીજા માસિક સંબધિત રોગો પણ થતાં નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution