રાજકોટ-
રાજકોટમાં એક દિવસે બે તરૂણીઓએ આપઘાત કરી લેતા ચરચાર મચી ગઈ છે, આ બંને તરૂણીઓ એક બીજાની ખાસ બહેણપણીઓ હોવાનું પણ મનાઈ રહ્યું છે મહત્વનું છે કે એક બહેણપણીએ આપઘાત કરી લેતા અન્ય બહેનપણીએ પણ જીવન ટુંકાવી દેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બહેનપણીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી તેમના મૃતદેહનો પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે બંને તરૂણીઓ મજુરી કામ કરતી હતી જેમાંથી એકની ઉંમર 17 વર્ષી તો બીજીની ઉંમર 20 વર્ષની હતી જો કે આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી કે આ તરૂણીઓએ કેમ આવું પગલું ભર્યું જો કે હાલ તો આ ઘટનાને લઈ આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે તો પોલીસે પણ ઘટના મામલે સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી છે.